Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીના તહેવારોમાં પણ 108 દોડતી રહેશે:1500 એમ્બ્યુલન્સ અને 6000 કર્મચારીઓનો સ્ટાફ ખડેપગે, સામાન્ય દિવસો કરતા કેસમાં 20 ટકા વધારાની શક્યતા

    1 day ago

    દિવાળી અને નવા વર્ષના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવાના અને અકસ્માતના બનાવોમાં વધારો થતો હોય છે. આ સમયે 108ની સુવિધા લોકો માટે સંજીવની સાબિત થતી હોય છે. આ વર્ષે પણ દિવાળી અને નવા વર્ષના તહેવારને લઈ 108ની ટીમે ખાસ એકશન પ્લાન તૈયાર કર્યો છે. તહેવારોના દિવસોમાં સામાન્ય દિવસ કરતા 20 ટકા જેટલા કેસ વધી જતા હોય છે. આ વર્ષે અલગ અલગ જિલ્લાઓમાં મળી કૂલ 1500 એમ્બ્યુલન્સ અને 6000નો સ્ટાફ એલર્ટ રહેશે. ભાસ્કરે ગુજરાત 108 સર્વિસના CEO જશવંત પ્રજાપતિ સાથે ખાસ વાતચીત કરી. તહેવારો સમયે સામાન્ય દિવસો કરતા 20 ટકા કેસ વધવાની શક્યતા દિવાળીના તહેવાર દરમિયાન ઇમરજન્સી સેવાઓમાં દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજ દરમિયાન અકસ્માત, દાઝી જવાના, ઝેરી પદાર્થ પીવાના અને અન્ય મેડિકલ ઇમરજન્સીના કેસોમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને 108 ઇમરજન્સી સેવા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય દિવસોમાં 108 દ્વારા દરરોજ સરેરાશ 5,500થી 6,000 ઇમરજન્સી કોલ હેન્ડલ કરવામાં આવે છે, જે દિવાળીના દિવસોમાં વધીને અંદાજે 7,500 સુધી પહોંચી શકે છે. આ સંભવિત વધારાને પહોંચી વળવા માટે માનવબળ, દવાઓ, એમ્બ્યુલન્સની જાળવણી અને ફિલ્ડ મેનેજમેન્ટ સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં 108 સેવા હેઠળ આશરે 1,500 એમ્બ્યુલન્સ કાર્યરત છે. બીજી તરફ, પોલીસ, ફાયર, મેડિકલ અને અન્ય ઇમરજન્સી સેવાઓને એક જ પ્લેટફોર્મ પર લાવવા માટે શરૂ કરવામાં આવેલી 112 ઇન્ટિગ્રેટેડ ઇમરજન્સી સેવા પણ તહેવારો દરમિયાન સજ્જ રહેશે. 108 અને 112ની ટીમો દ્વારા કોલના સંભવિત વધારાને ધ્યાનમાં રાખીને રિસોર્સિસનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે, જેથી ઇમરજન્સીના સમયે લોકોને ઝડપી સહાય મળી શકે અને દિવાળી દરમિયાન નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. રાજ્યભરમાં 108ના 6000 કર્મચારીઓ ખડેપગે રહેશે આ અંગે 108 ના CEO જસવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 108 ઇમરજન્સી સેવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે. દરેક વર્ષે કયા સમયે કયા જિલ્લામાં કયા પ્રકારની ઇમરજન્સીમાં વધારો થઈ શકે તેમ છે, એનું સાયન્ટિફિક એનાલિસિસ અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે. એ ફોરકાસ્ટ અનુસાર અમે અમારા રિસોર્સિસને પણ અલાઇન કરીએ છીએ, જેના કારણે વધનારા કોલ વોલ્યુમને પહોંચી વળવા માટે અમારા કઠવાડા ખાતેના ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર્સમાં વધારે જરૂરિયાત મુજબના ઇઆરઓ છે (એટલે કે ઇમરજન્સી રિસ્પોન્સ ઓફિસર), ટીમ લીડ્સ અને ઇઆરસીપી ફિઝિશિયન્સ વધારે અમે ડિપ્લોય કરીએ છીએ. એવી જ રીતે ફિલ્ડમાં પણ જે જે જિલ્લાઓમાં કે શહેરોમાં અને ખાસ કરીને અમુક સ્થળોમાં પણ, કારણ કે અમે ગૂગલ હોટસ્પોટ્સની થિયરીને ફોલો કરીએ છીએ જેથી અમારો રિસ્પોન્સ ટાઇમ મિનિમાઇઝ રહે અને પેશન્ટને અથવા તો વિક્ટિમ્સને ઝડપથી આ સેવા પ્રાપ્ત થઈ શકે તે માટે અમારી એમ્બ્યુલન્સનું ડાયનેમિક રીલોકેશન અમે કરતા હોઈએ છીએ. તો આ બધી જ પ્રક્રિયામાં વધારાનું દિવાળી જ્યારે ફેસ્ટિવલ હોય છે ત્યારે ગુજરાતની અંદર દિવાળી એ લગભગ પાંચ થી સાત દિવસનું લાંબુ પર્વ છે જેમાં ઘણા બધા પ્રાઇવેટ હોસ્પિટલ્સ બંધ હોય છે અને ડોક્ટર્સ પણ રજા પર હોય છે. 108 એમ્બ્યુલન્સનો રિસ્પોન્સ ટાઈમ ઘટીને 11 થી 12 મિનિટ થયો જશવંત પ્રજાપતિએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતના પી.એચ.સી., સી.એચ.સી.માંથી જે સારા એમ્બ્યુલન્સીસ હતા એને પણ અમારી 108ની સિસ્ટમ સાથે ઇન્ટિગ્રેટ કરવાથી લગભગ અમારી 1500 જેટલી એમ્બ્યુલન્સીસ ગુજરાતમાં કાર્યરત છે, જેના કારણે અમારો રિસ્પોન્સ ટાઇમ પણ જે 15-16 મિનિટ હતો એ ઘટીને 11 થી 12 મિનિટ અને શહેરોમાં તો લેસ ધેન 10 મિનિટ્સ રિસ્પોન્સ ટાઇમ અમે પહોંચી શક્યા છીએ. આ ઉપરાંત આ વર્ષે 112 નંબરની ઇન્ટિગ્રેટેડ ઇમરજન્સી સર્વિસ અમલમાં આવેલી છે, જેના અમ્બ્રેલામાં 112 હેઠળ પોલીસની 100 નંબરની જે કાર્યરત હતી એ સેવાઓ, ફાયરની 101 નંબરની સેવાઓ, 108 નંબરની મેડિકલ ઇમરજન્સી સેવાઓ, 181 અભયમ વુમન હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની 1070 અને 1077 આ બધી જ સિસ્ટમ્સનું ઇન્ટિગ્રેટ કરીને આખા રાજ્યમાંથી કોઈપણ પ્રકારની ઇમરજન્સી હોય માત્ર 112 નંબર ડાયલ કરવાથી તમામ પ્રકારની જરૂરી હેલ્પ—તે હેલ્પ પોલીસની હોઈ શકે, ફાયરની હોઈ શકે, ડિઝાસ્ટર મેનેજમેન્ટની હોઈ શકે, મેડિકલ ઇમરજન્સીની હોઈ શકે કે વુમન સેફ્ટીની હોઈ શકે—તો અમારા કોલ સેન્ટરમાંથી સીધો જ એનો પ્રતિસાદ આપી અને યોગ્ય રિસોર્સિસને એક્ટિવેટ કરી શકાય, રિસ્પોન્સ ટાઇમ મિનિમમ થઈ શકે. દાઝી જવાના અને અકસ્માતના કેસમાં વધારો થવાની શક્યતા દિવાળીના તહેવારો દરમિયાન દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજના તહેવારો મહત્વના હોય છે. આ દિવસો દરમિયાન દાઝી જવાના, પડી જવાના અને અકસ્માતના કેસમાં વધારો થતો હોય છે. સામાન્ય દિવસો કરતા આ દિવસોમાં 20 ટકા કેસ વધી જતા હોય છે. વધારાના કેસને હેન્ડલ કરવા માટે ખાસ તૈયારી 108ની ટીમ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન વધારાના કેસને પહોંચી વળવા માટે પૂર્વ તૈયારીઓ કરી લીધી છે. આ વધારાને પહોંચી વળવા માટે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, ફિલ્ડ મેનેજમેન્ટ, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ અને આઈટીની ટીમ અગાઉથી જ પ્લાનિંગ કરી અને અવિરત સેવાઓ જળવાઈ રહે તે પ્રમાણે કામગીરી કરેલી છે.108ના CEOએ જણાવ્યું કે, એમ્બ્યુલન્સમાં તમામ પ્રકારની ઇમરજન્સીમાં પ્રી-હોસ્પિટલ કેર આપી શકાય અને પેઈન અથવા તો ડેમેજ ટુ લાઇફ ઘટાડી શકાય તેવી પૂરતી વ્યવસ્થાઓ બધી જ એમ્બ્યુલન્સમાં છે. એમાં જો ખાસ કરીને વાત કરવામાં આવે બર્ન્સ કેસીસની, તો બર્ન્સ કેસીસમાં ખાસ કરીને બર્ન્સ જ્યાં વોર્ડ્સ છે એ હોસ્પિટલ સાથેનું કોર્ડિનેશન અને અમારી એમ્બ્યુલન્સમાં પણ જે વૂન્ડ કેર અને આ ઉપરાંત બર્ન્સ માટેના ખાસ ઓઇન્ટમેંટ્સ વગેરે ઉપલબ્ધ હોય છે. એમ્બ્યુલન્સને પણ એર કન્ડિશન હોય છે એટલે એને બળતરા કે એવું થતું હોય અને હાઈ ડિગ્રી ઓફ બર્ન્સ હોય તો એ કિસ્સામાં એને કેવી રીતે રાહત આપી શકાય તે પ્રમાણેની તાલીમ અમારા પેરામેડિક્સને પણ આપવામાં આવે છે, જેથી કોઈપણ પ્રકારની ઇમરજન્સી હોય સ્નેક બાઈટથી, કાર્ડિયાક અરેસ્ટ હોય, પ્રેગ્નેન્સી રિલેટેડ હોય, ટ્રોમા કેસ હોય કે બર્ન્સ હોય દરેકમા પ્રી-હોસ્પિટલ કેર સક્ષમ રીતે આપી શકાય તે પ્રમાણેની વ્યવસ્થાઓ એમ્બ્યુલન્સમાં હોય છે.
    Click here to Read More
    Previous Article
    કર્મચારી પર હુમલા બાદ જામનગર મનપાએ દબાણ હટાવ્યા:બર્ધન ચોકથી માંડવી ટાવર સુધી 13થી વધુ રેકડી અને કેબિન સહિતનો સામાન કબ્જે કરાયો
    Next Article
    લોકોની નજર સામે યુવક તાપી નદીમાં કૂદ્યો:સરદાર બ્રિજ પર બાઇક મૂકી, ચપ્પલ કાઢીને છલાંગ; ફાયર વિભાગે બોટથી શોધખોળ કરી પણ પત્તો ન લાગ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment