Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદીએ બાંધણી પેટર્નની લાલ રાજસ્થાની પાઘડી પહેરી:13 વર્ષમાં લાલ કિલ્લા પર દર વખતે અલગ અંદાજ; 5 વખત કેસરિયા પાઘડી બાંધી

    21 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 13મી વખત લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવ્યો. દર વખતે સ્વતંત્રતા દિવસ પર PM મોદીનો પોશાક, ખાસ કરીને તેમની પાઘડી ચર્ચામાં રહે છે. આ વખતે તેમણે પીળા અને સફેદ બાંધણી પેટર્નવાળી ચમકદાર ઘેરા લાલ રંગની રાજસ્થાની પાઘડી પહેરી છે. છેલ્લા 12 વર્ષમાં PM મોદીએ ચાર વખત કેસરિયા પાઘડી પહેરી. 2025 ઉપરાંત 2021, 2020 અને 2018માં પણ કેસરિયા પાઘડી પહેરી હતી. PM મોદીનો છેલ્લા 12 વર્ષનો પોશાક અને તેની ખાસિયત જાણો… નેહરુ-ઇન્દિરાએ સૌથી ટૂંકું ભાષણ આપ્યું હતું મોદી પહેલાં, લાલ કિલ્લા પરથી સૌથી લાંબુ ભાષણ આપવાનો રેકોર્ડ જવાહરલાલ નેહરુના નામે હતો. નેહરુએ 1947માં 72 મિનિટનું ભાષણ આપ્યું હતું. ત્યારબાદ, 1997માં આઈ.કે. ગુજરાલે 71 મિનિટનું સૌથી લાંબુ ભાષણ આપ્યું હતું. PM મોદીએ 2015માં લાલ કિલ્લા પરથી 83 મિનિટ લાંબા ભાષણ સાથે નેહરુનો રેકોર્ડ તોડી નાખ્યો. 1954માં પૂર્વ વડાપ્રધાન નેહરુ અને 1966માં ઇન્દિરા ગાંધીના નામે સ્વતંત્રતા દિવસ પર સૌથી ટૂંકા ભાષણ (14 મિનિટ)નો રેકોર્ડ છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને અટલ બિહારી વાજપેયીએ પણ લાલ કિલ્લા પરથી સૌથી ટૂંકા ભાષણ આપ્યા હતા. 2012 અને 2013માં મનમોહન સિંહે માત્ર 32 અને 35 મિનિટના ભાષણ આપ્યા હતા. 2002 અને 2003માં વાજપેયીએ 25 અને 30 મિનિટ સુધી સ્પીચ આપી હતી.
    Click here to Read More
    Previous Article
    India vs Sri Lanka 1st Test Weather Report: Will Rain Play Spoilsport in Galle?
    Next Article
    લોકસભાએ રાહુલ ગાંધીને નોટિસ મોકલી:અમિત શાહ પર ટિપ્પણી મામલે 28 ઓગસ્ટ સુધીમાં જવાબ માંગ્યો; BJPએ સ્પીકરને ફરિયાદ કરી હતી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment