Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકસભાએ રાહુલ ગાંધીને નોટિસ મોકલી:અમિત શાહ પર ટિપ્પણી મામલે 28 ઓગસ્ટ સુધીમાં જવાબ માંગ્યો; BJPએ સ્પીકરને ફરિયાદ કરી હતી

    21 hours ago

    લોકસભાએ BJP સાંસદ અનુરાગ ઠાકુર અને સંજય જયસ્વાલની ફરિયાદોના આધારે રાહુલ ગાંધીને નોટિસ મોકલી છે. બંને સાંસદોએ એન્ટી-પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન અમિત શાહ વિરુદ્ધ તેમની ટિપ્પણીઓને અસંસદીય ગણાવી હતી. રાહુલને 28 ઓગસ્ટ સુધીમાં પોતાનો જવાબ રજુ કરવા જણાવાયું છે. રાહુલે 29 જુલાઈએ બિલ પર ચર્ચા દરમિયાન ઇડિયટ અને અંધભક્ત જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ પછી સ્પીકર ઓમ બિરલાએ આ શબ્દોને ગૃહની કાર્યવાહીમાંથી હટાવવાનો આદેશ આપ્યો હતો. જયસ્વાલ બોલ્યા- સંસદની ગરિમા જાળવી રાખવા માટે કાર્યવાહી જરૂરી લોકસભામાં BJPના ચીફ વ્હીપ સંજય જયસ્વાલે X પર પત્ર શેર કર્યો. તેમાં તેમણે કહ્યું કે અમિત શાહ વિરુદ્ધ રાહુલ ગાંધીની વાંધાજનક ટિપ્પણીઓને લઈને તેમણે વિશેષાધિકાર ભંગની નોટિસ આપી હતી. આ ટિપ્પણીઓથી અમિત શાહની સાંસદ તરીકેની ગરિમા અને સંસદની મર્યાદાને અસર થઈ. જયસ્વાલે 29 જુલાઈએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને રાહુલ વિરુદ્ધ નિયમો હેઠળ યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી. અનુરાગે 30 જુલાઈએ ફરિયાદ કરી હતી અનુરાગ ઠાકુરે 30 જુલાઈએ રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ આપી હતી. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે બિલ પર લોકસભામાં ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ અસંસદીય અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. સાથે જ તેમની વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા, પરંતુ ગૃહના નિયમ 353 હેઠળ આ માટે પૂરતી પૂર્વ સૂચના આપવામાં આવી ન હતી. રાહુલે કહ્યું- પ્રધાનનું રાજીનામું ફક્ત દેખાડો છે રાહુલ ગાંધીએ 29 જુલાઈએ કહ્યું હતું કે તેમણે ઘણા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. ખાસ કરીને લવલી નામની 18 વર્ષની વિદ્યાર્થીની સાથે. રાહુલે તે જ વાતચીતનો હવાલો આપતા 'ઇડિયટ' અને 'અંધભક્ત' જેવા ઉદાહરણો લોકસભામાં આપ્યા. સત્તા પક્ષે તેને અસંસદીય ગણાવ્યું. રાહુલે આગળ કહ્યું કે પેપર લીકથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે શિક્ષણ વ્યવસ્થા શિક્ષણ મંત્રાલય નહીં, પરંતુ RSS ચલાવી રહ્યું છે અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ફક્ત દેખાડો છે. ------------------------------------ આ સમાચાર પણ વાંચો… લોકસભામાં રાહુલની 50 મિનિટની સ્પીચ, ભારે હંગામો, 'ઇડિયટ' શબ્દ બોલવા પર સ્પીકરે 11 વાર વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પેપર લીક સંબંધિત બિલ પર 50 મિનિટ ભાષણ આપ્યું. તેમણે ઇડિયટ અને અંધભક્ત જેવા શબ્દો બોલ્યા.
    Click here to Read More
    Previous Article
    મોદીએ બાંધણી પેટર્નની લાલ રાજસ્થાની પાઘડી પહેરી:13 વર્ષમાં લાલ કિલ્લા પર દર વખતે અલગ અંદાજ; 5 વખત કેસરિયા પાઘડી બાંધી
    Next Article
    અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી:CMએ રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાઈ; થોડીવારમાં પરેડ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment