Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેનેડા વર્ક પરમિટ આપવાના બહાને ઠગાઈ:સેટેલાઈટના યુવક પાસેથી વિઝા આપવાના બહાને LMIA લેટર બતાવી ₹16.52 લાખ પડાવ્યા

    1 day ago

    શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા યુવક પાસેથી કેનેડા વર્ક પરમિટ વિઝા આપવાના બહાને વિઝા કન્સલ્ટન્ટ કંપનીના માલિકે લાખો રૂપિયા પડાવ્યા છે.યુવક પાસેથી અલગ અલગ બહાને ફી પેટે 16.52 લાખ રૂપિયા લીધા હતા જે બાદ LMIA લેટર પણ બતાવ્યો હતો પરંતુ યુવકના વિઝા રિજેક્ટ થયા કહીને ચેક આપ્યો હતો જે ચેક રિટર્ન થતાં યુવકે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કેનેડાના વિઝા માટે 9.44 લાખ એડવાન્સ આપ્યા સેટેલાઈટ વિસ્તારમાં રહેતા મયુર મકવાણા નામના યુવકે ફરિયાદ નોંધાવી છે કે તેને કેનેડા વર્ક પરમિટ પર જવું હતું. મયુરના પિતા જગદીશભાઈ શિરોમણી કોમ્પલેક્ષમાં નોકરી કરતા હતા ત્યાં જ ડ્રીમ વર્લ્ડ હોલી ડે નામની વિઝા કન્સલ્ટન્સી કંપની આવેલી છે. આ કંપનીના માલિક તપન જોશી હતા. મયુર તેના પિતા સાથે વિઝા કંપનીના વાતચીત કરવા ગયો હતો ત્યારે તપને 12થી 14 મહિનામાં વિઝા કરી આપવાનું કહીને 23.60 લાખ ખર્ચ નક્કી કર્યો હતો. તપને MOU કરીને 9.44 લાખ એડવાન્સ આપવા જણાવ્યું હતું. 16 લાખ આપ્યા, વિઝા રિજેક્ટ થયા અને ચેક પણ રિટર્ન મયુરે એડવાન્સ પેટે 9.44 લાખ રૂપિયા આપ્યા હતા. થોડા સમય બાદ તપને ફોનમાં LMIA લેટર બતાવી બીજા પૈસા ભરવાનું કહેતા મયુર 7.08 લાખ રૂપિયા ભર્યા હતા. મયુરે કુલ 16.52 લાખ રૂપિયા આપ્યા હતા. પૈસા આપ્યા બાદ બાયોમેટ્રિક કરાવવાનું કહ્યું હતું. જોકે લાંબા સમય સુધી વિઝા ન આવતા મયુરે તપાસ કરતા વિઝા રિજેક્ટ થયા હોવાનું જણાવ્યું હતું. મયુરે પૈસા માંગ્યા તપને ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાં ભરતા રીટર્ન થયો હતો. જેથી મયુરે તપન સામે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    લોકોની નજર સામે યુવક તાપી નદીમાં કૂદ્યો:સરદાર બ્રિજ પર બાઇક મૂકી, ચપ્પલ કાઢીને છલાંગ; ફાયર વિભાગે બોટથી શોધખોળ કરી પણ પત્તો ન લાગ્યો
    Next Article
    Virat Kohli Pulls Off Stunning Catch In Slips, Don't Miss The Celebration

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment