Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નકલી વીમા પોલિસીથી અકસ્માત કેસમાં લાભ મેળવવાનું ષડયંત્ર:ખોટા દસ્તાવેજ બનાવી રજૂ કરતા એજન્ટ અને તેના મળતિયા સામે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

    1 day ago

    અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલી ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીના સિનિયર મેનેજર દ્વારા લાંઘણજ પોલીસ સ્ટેશનમાં એક ગંભીર પ્રકારની છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજ ઊભા કરવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલો મોટર એક્સિડન્ટ ક્લેઈમ ટ્રિબ્યુનલમાં દાખલ કરવામાં આવેલા અકસ્માતના વળતરના દાવા સાથે જોડાયેલો છે. જેમાં કંપનીના નામે ખોટી અને બનાવટી વીમા પોલિસી રજૂ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કારના અકસ્માત કેસમાં વીમા પોલિસી રજૂ કરાઈ હતી 06 જૂન 2019ના રોજ મહેસાણા-નંદાસણ હાઈવે પર સર્વિસ રોડ પર ચા-પાણી કરવા જઈ રહેલા અહેમદભાઈ રમઝાનમીયા સિંધી નામના વ્યક્તિને પૂરઝડપે અને રોંગ સાઈડમાં આવી રહેલી નેનો કાર (નંબર GJ18AM7450)ના ચાલકે ટક્કર મારી ગંભીર અકસ્માત કર્યો હતો. જેમાં ઈજાગ્રસ્ત વળતર મેળવી શકે તે માટે પાટણની એમ.એ.સી.ટી. કોર્ટમાં દાવા અરજી (નંબર 215/2019) દાખલ કરવામાં આવી હતી. આ કેસની કાર્યવાહી દરમિયાન વાહન માલિક હસમુખજી ગોપાલજી રાજપૂત દ્વારા ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીની એક વીમા પોલિસી રજૂ કરવામાં આવી હતી. પોલિસી નંબર નેનો કાર માટે ઈસ્યૂ થયો ન હતો જો કે જ્યારે વીમા કંપનીએ પોતાની સિસ્ટમમાં આ પોલિસી નંબરની તપાસ કરી ત્યારે સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. કંપનીની તપાસમાં ખૂલ્યું કે જે પોલિસી નંબર રજૂ કરવામાં આવ્યો હતો, તે વાસ્તવમાં હસમુખજી ગોપાલજી રાજપૂતની નેનો કાર માટે ઇસ્યુ જ કરવામાં નહોતો આવ્યો. હકીકતમાં, તે પોલિસી નંબર મહિન્દ્રા સ્કોર્પિઓ કાર (નંબર GJ01KG0100) નો હતો, જેના માલિક અર્જુન હરિભાઈ જમકાર હતા અને તેનો સમયગાળો 28 જાન્યુઆરી 2018 થી 27 જાન્યુઆરી 2019 સુધીનો હતો. એજન્ટ અને તેના મળતિયાએ ખોટા દસ્તાવેજ બનાવી રજૂ કર્યાં આ કેસની આગળની તપાસ ગાંધીનગર એસ.ઓ.જી. (MACT સેલ) દ્વારા કરવામાં આવતા બહાર આવ્યું કે, નેનો કારના માલિક હસમુખભાઈ રાજપૂતને વેચાણ આપવા અને આર.ટી.ઓ. કચેરીમાંથી એન.ઓ.સી. મેળવવા માટે પ્રવીણભાઈ રામસંગજી ઠાકોર (રહે. શાહપુર, અમદાવાદ) ને દસ્તાવેજો આપવામાં આવ્યા હતા. આ દરમિયાન એજન્ટ પ્રવીણજી રામસંગજી ઠાકોર અને તેના મળતિયાઓ દ્વારા વાહનને અકસ્માતના સમયે વીમા કવચ હેઠળ બતાવવા માટે એડિટિંગ કે ફોર્મેટિંગ કરીને ICICI લોમ્બાર્ડ કંપનીની તદ્દન ખોટી અને બનાવટી વેલિડિટી તારીખવાળી વીમા પોલિસી તૈયાર કરવામાં આવી હતી. આ બનાવટી દસ્તાવેજ પોલીસ સમક્ષ અને પાટણ એમ.એ.સી.ટી. કોર્ટમાં ખરા તરીકે રજૂ કરીને વીમા કંપની સામે ખોટી જવાબદારી ઊભી કરવાનો અને આર્થિક ઠગાઈ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દરમિયાન, એમ.એ.સી.ટી. કેસના અરજદારે પાટણ કોર્ટમાંથી પોતાની અરજી વિડ્રો કરી લેતા કોર્ટે કેસનો નિકાલ કર્યો હતો. પરંતુ વીમા કંપની સાથે છેતરપિંડી કરવાના હેતુથી નકલી પોલિસી બનાવી કોર્ટ અને પોલીસમાં રજૂ કરવાના આ ગંભીર કૃત્ય અંગે વીમા કંપની દ્વારા લાંઘણજ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવામાં આવી છે. પોલીસે આ માەમે એજન્ટ પ્રવીણજી રામસંગજી ઠાકોર, તેમના મળતિયાઓ અને અન્ય સંડોવાયેલા વિરુદ્ધ કાયદેસરની ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વાડીમાં આઠ ફૂટનો અજગર મળ્યો:કાંસિયા ગામમાં નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે તેને પકડી સુરક્ષિત સ્થળે ખસેડ્યો
    Next Article
    અમરેલીમાં ભાજપ બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક યોજાઈ:સમાજના વિકાસ, સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા અને સંગઠન મજબૂત કરવા ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment