Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં ભાજપ બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક યોજાઈ:સમાજના વિકાસ, સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા અને સંગઠન મજબૂત કરવા ચર્ચા

    एक दिन पहले

    અમરેલી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક સુર્યા ગાર્ડન ખાતે યોજાઈ હતી. બેઠકમાં પ્રદેશ અને જિલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમારની સૂચના તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીના માર્ગદર્શન હેઠળ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, પ્રદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રી રાજુ ચૌધરી અને ઉપપ્રમુખ ભુપેન્દ્ર બસીયા ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપના મહામંત્રીઓ રાજુ ભૂતૈયા અને મયુર માંજરીયા પણ હાજર રહ્યા હતા. જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રભારી પાર્થ ગોંડલીયા, પ્રમુખ સાગર સરવૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડીયા, ઉપપ્રમુખ મહાવીરબાપુ ભગત અને કારોબારી ચેરમેન અરજણ વાઘ બેઠકમાં જોડાયા હતા. જિલ્લા ભાજપના અગ્રણી દિવ્યેશ વેકરીયા તેમજ જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રીઓ ભયલુ વાળા અને સંજય લાખાણી સહિત જિલ્લા અને મંડળના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. બેઠકમાં બક્ષીપંચ સમાજના સર્વાંગી વિકાસ અને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના લોકો સુધી પહોંચાડવા ચર્ચા થઈ હતી. સંગઠનને મજબૂત કરવા અંગે પણ વિચારવિમર્શ થયો હતો. આગામી કાર્યક્રમોના આયોજન અને કાર્યકર્તાઓની સક્રિય ભાગીદારી વધારવા અંગે પ્રદેશ તથા જિલ્લા કક્ષાના આગેવાનોએ માર્ગદર્શન આપ્યું હતું. સમાજલક્ષી પ્રવૃત્તિઓ અને સંગઠનનું કામ લોકો સુધી પહોંચાડવા સંકલ્પ કરાયો હતો. બેઠકમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. બેઠક પૂરી થયા બાદ ઉપસ્થિત સૌ માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    નકલી વીમા પોલિસીથી અકસ્માત કેસમાં લાભ મેળવવાનું ષડયંત્ર:ખોટા દસ્તાવેજ બનાવી રજૂ કરતા એજન્ટ અને તેના મળતિયા સામે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
    Next Article
    With Harmonium, Minister Arjun Meghwal Sings "Modi Kahin Nahi Jaayenge"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment