Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાડીમાં આઠ ફૂટનો અજગર મળ્યો:કાંસિયા ગામમાં નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે તેને પકડી સુરક્ષિત સ્થળે ખસેડ્યો

    1 day ago

    ભરૂચના કાંસિયા ગામમાં અંકુર વસાવાની વાડીમાંથી 8 ફૂટ લાંબો વિશાળ અજગર મળી આવતા સ્થાનિક લોકોમાં કુતૂહલ અને ચકચાર મચી ગઈ હતી. વન્યજીવ બચાવ ટીમની સમયસૂચકતા અને ભારે જહેમતથી અજગરનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અચાનક વાડીમાં દેખાયો વિશાળ અજગર કાંસિયા ગામમાં એક ખેતરની વાડીમાંથી મહાકાય અજગર મળતા આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી. વાડીમાં અજગર દેખાતાં જ વાડી માલિકે તાત્કાલિક વન્યજીવ બચાવ ટીમને જાણ કરી હતી, જેના પગલે ટીમે સ્થળ પર પહોંચીને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, કાંસિયા ગામના અંકુર વસાવાની વાડીમાં અચાનક આ વિશાળ અજગર નજરે પડ્યો હતો. અજગરને જોઈને તેમણે યોગ્ય સમયસૂચકતા દાખવીને તાત્કાલિક ભરૂચના યોગેશ મિસ્ત્રીનો સંપર્ક કર્યો હતો. નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા સફળ રેસ્ક્યુ જાણ થતાં જ યોગેશભાઈ મિસ્ત્રી નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ સાથે તાત્કાલિક વાડી ખાતે પહોંચ્યા હતા. ટીમના સભ્યોએ પૂરી સાવચેતીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને ભારે જહેમત બાદ આશરે 8 ફૂટ લાંબા અજગરને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. સુરક્ષિત સ્થળે મુક્ત કરાયો અજગર અજગરને સફળતાપૂર્વક પકડ્યા બાદ તેને માનવ વસાહતથી દૂર એક યોગ્ય અને સુરક્ષિત કુદરતી આવાસમાં ખસેડવામાં આવ્યો હતો. અજગરના આ સફળ રેસ્ક્યુથી સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગ્રામજનોએ વન્યજીવ બચાવ ટીમની સમયસરની કામગીરી અને પ્રકૃતિ પ્રત્યેની તેમની સેવાને ઉત્સાહભેર બિરદાવી હતી
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરના વોર્ડ 6માં અંતિમધામના ઠરાવનો વિરોધ:રહેવાસીઓએ કેનાલનું ગંદુ પાણી બંધ કરવા અને પીવાના પાણીની લાઇન હટાવવા 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું
    Next Article
    નકલી વીમા પોલિસીથી અકસ્માત કેસમાં લાભ મેળવવાનું ષડયંત્ર:ખોટા દસ્તાવેજ બનાવી રજૂ કરતા એજન્ટ અને તેના મળતિયા સામે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment