Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી તહેવારો ટાંકણે વિતરણની સ્થિતિ કથળતા સ્થાનિકો હેરાન-પરેશાન:દ્વારકામાં પાણીની વિકટ સ્થિતિ, પંદર દિ’એ વિતરણથી લોકોને ભારે હાલાકી

    11 hours ago

    આગામી દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે દેવભૂમિ દ્વારકામાં પીવાના પાણીની ગંભીર અછતને કારણે નગરજનોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. શહેરમાં પાણી વિતરણની સ્થિતિ એટલી કથળી છે કે લોકોને 12 થી 15 દિવસ સુધી પાણીની રાહ જોવી પડી રહી છે. લાંબા સમય સુધી પાણી ન મળતાં સ્થાનિક રહેવાસીઓ ઉપરાંત વેપારીઓ, હોટલ સંચાલકો અને યાત્રિકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. દ્વારકા દેશના જાણીતા ધાર્મિક પ્રવાસન સ્થળોમાંનું એક છે. અહીં આવેલા જગતમંદિર માં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચે છે. આગામી તહેવારોના દિવસોમાં યાત્રિકોની અવરજવર વધવાની સાથે જ હવે શહેરમાં પાણીની જરૂરિયાત પણ વધી જાય છે. તેમ છતાં પાણીની પૂરતી વ્યવસ્થા ન હોવાથી યાત્રાધામની વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા થયા છે. ખાસ કરીને હોટલ અને ધર્મશાળાઓમાં રોકાતા પ્રવાસીઓને પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં પાણીની સમસ્યા પાછળનું મુખ્ય કારણ પાણીના સ્વતંત્ર સ્ત્રોતનો અભાવ હોવાનું સામે આવ્યું છે. દ્વારકા નગરપાલિકા પાસે પોતાનો કોઈ જળસંગ્રહ કે સ્વતંત્ર પાણીનો સ્ત્રોત નથી. પાણી પુરવઠા વિભાગ દ્વારા જેટલો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેના આધારે પાલિકા શહેરમાં પાણી પહોંચાડે છે. જોકે,હાલ સંભવત: પાણી ન મળતાં વિતરણ વ્યવસ્થા અનિયમિત બની છે અને નગરજનોને લાંબા સમય સુધી પાણી વિના રહેવું પડે છે.પાણીની અછતને પહોંચી વળવા લોકો ખાનગી ટેન્કરોનો સહારો લેવા મજબૂર બન્યા છે. મોંઘા ભાવે પાણી ખરીદવું પડતું હોવાથી સામાન્ય પરિવારોના ઘરખર્ચમાં પણ વધારો થયો છે. દ્વારકા જેવા મહત્વના યાત્રાધામમાં તહેવારો દરમિયાન પાણીની પૂરતી સુવિધા જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે. આથી સંબંધિત તમામ તંત્રે સંયુકત સંકલન કરીને તાત્કાલિક વધારાનો પાણીનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તથા નિયમિત વિતરણની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. આગામી દિવસોમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સ્થાનિક નાગરિકો-વેપારીઓ દ્વારા તંત્ર સામે આંદોલનનું રણશિંગું ફૂંકવામાં આવે તેવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે. યાત્રાધામ દ્વારકાની પાણીની જરૂરિયાતનો મુખ્ય આધાર સમા એવા માયાસર તળાવ તેમજ ભીમગજા ડેમમાં હાલ માત્ર 15 દિવસ સુધી ચાલે તેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે. ચાલુ વર્ષે નહીવત વરસાદને કારણે દ્વારકામાં પાણીની ગંભીર પરિસ્થિતિ સર્જાવાની ભીતિ પણ દર્શાવાઈ રહી છે. મુખ્ય જળસ્ત્રોત માયાસર તળાવ‎ ભીમગજા ડેમમાં 15 દિ‘નો જથ્થો‎ યાત્રાધામ દ્વારકાની પાણીની‎જરૂરિયાતનો મુખ્ય આધાર સમા‎એવા માયાસર તળાવ તેમજ‎ભીમગજા ડેમમાં હાલ માત્ર 15‎દિવસ સુધી ચાલે તેટલો જ પાણીનો‎જથ્થો ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું‎છે. ચાલુ વર્ષે નહીવત વરસાદને‎કારણે દ્વારકામાં પાણીની ગંભીર‎પરિસ્થિતિ સર્જાવાની ભીતિ પણ‎દર્શાવાઈ રહી છે.‎
    Click here to Read More
    Previous Article
    અમેરિકાના 8 રાજ્યોમાં મતદાન પૂર્ણ, મતગણતરી શરૂ:હાઉસમાં ડેમોક્રેટિક પાર્ટી 9 બેઠકો પર આગળ, ટ્રમ્પની રિપબ્લિકનને 5 પર સરસાઈ
    Next Article
    રાજ્યભરની જેલને ઉડાવી દેવાના મેલે તંત્રના શ્વાસ અદ્ધર કરાવ્યા:મોરબી જેલમાં બોમ્બ હોવાના ઈ-મેલને પગલે જેલ પ્રશાસન બે કલાક ધંધે લાગ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment