Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યભરની જેલને ઉડાવી દેવાના મેલે તંત્રના શ્વાસ અદ્ધર કરાવ્યા:મોરબી જેલમાં બોમ્બ હોવાના ઈ-મેલને પગલે જેલ પ્રશાસન બે કલાક ધંધે લાગ્યું

    10 hours ago

    મોરબી જેલમાં બોમ્બ હોવાની અફવાને પગલે જેલ પ્રશાસન અને એલસીબી, એસઓજી અને બીડીડીએસની ટીમ ધંધે લાગી હતી અને જેલ બેરેક, પરિસરનું ચેકિંગ હાથ ધર્યું હતુ. સતત બે કલાક સુધી આ કામગીરી ચાલી હતી, જો કે ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ ન મળતા પોલીસ અને જેલ પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો અને આ અફવા જ સાબીત થઇ હતી. અજાણ્યા ઇ મેઈલ આઈ ડી પરથી રાજ્યની જેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા રાજ્યભરની પોલીસ સક્રિય થઇ હતી અને ચેકિંગના આદેશ મળતા મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લા જેલમાં પણ ચેકિંગ કરવાની સુચના અપાતા એલસીબી, એસઓજી, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ટીમ તાત્કાલિક મોરબી જિલ્લા જેલમાં પહોચી હતી અને વિવિધ સાધનોની મદદથી લગભગ બે કલાક કરતા પણ વધારે સમય સુધી અલગ અલગ બેરેક તેમજ શંકાસ્પદ સ્થળે ચેકિંગ કર્યું હતું . જો કે તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા આ ઈમેઈલ અફવા હોવાનું સામે આવ્યું હતું. ચેકિંગ દરમિયાન સુરક્ષાને ધ્યાને લઇ મુલાકાતીઓની આવન જાવન અટકાવી દેવામાં આવી હતી. અમને જેલમાં ચેકિંગ કરવાનો એસપીનો આદેશ હતો આ અંગે જિલ્લા જેલના જેલર એચ. એ બાબરિયાએ જણાવ્યું હતું કે ડીજીપી ઓફીસે જેલમાં બોમ્બ હોવાનો મેલ ગયો હતો. જો કે ક્યાં જિલ્લાની જેલમાં બોમ્બ છે તે અંગે સ્પષ્ટતા ન હોવાથી તમામ જેલમાં ચેકિંગ અંગે સુચના હોવાથી મોરબી જિલ્લા પોલીસ વડાના આદેશથી અલગ અલગ ટીમ દ્વારા જેલમાં તપાસ કરાઈ છે અને તમામ બેરેકની ઝીણવટભરી તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા આ અંગે અમારી વડી કચેરીમાં રીપોર્ટ કરવામાં આવ્યો છે. હાલ આ ઈમેલ માત્ર અફવા હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    દિવાળી તહેવારો ટાંકણે વિતરણની સ્થિતિ કથળતા સ્થાનિકો હેરાન-પરેશાન:દ્વારકામાં પાણીની વિકટ સ્થિતિ, પંદર દિ’એ વિતરણથી લોકોને ભારે હાલાકી
    Next Article
    જસદણ-ગોંડલ યાર્ડ પણ તહેવારોને અનુલક્ષીને રજા રાખશે તેવી જાહેરાત:મોરબી માર્કેટયાર્ડ 5થી 13 નવેમ્બર રજા રાખશે, લાભ પાંચમથી જણસી સ્વીકારાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment