Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી પહેલા મનપાની દબાણ હટાવ ઝુંબેશ:બજારમાં ભીડ વચ્ચે મનપાએ ગેરકાયદે દબાણો અને ફટાકડાના સ્ટોલ હટાવાયા

    16 hours ago

    દિવાળીના તહેવારને લઈને સુરત શહેરના બજારોમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે, જેના કારણે મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ગંભીર બની છે. આ સ્થિતિને પહોંચી વળવા અને વાહનવ્યવહાર સરળ બનાવવા સુરત મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદે દબાણો સામે સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અગાઉ સોમવારે ચૌટા બજાર વિસ્તારમાં દબાણો દૂર કર્યા બાદ, મંગળવારે પાલિકાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે મુખ્ય રાજમાર્ગ પર કાર્યવાહી હાથ ધરી હતી. લારી-ગલ્લા અને ફટાકડા સ્ટોલ દૂર કર્યા આ કાર્યવાહી દરમિયાન રાજમાર્ગ પર રસ્તાની વચ્ચે કે આસપાસ અડચણરૂપ બનેલા લારી-ગલ્લા, પાથરણાં અને ફટાકડાના વેચાણ માટે ઊભા કરાયેલા ગેરકાયદે સ્ટોલને તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા હતા. આ સાથે જ રસ્તા પર નડતરરૂપ સામાન જપ્ત કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી. અગાઉ પાલિકા દ્વારા જાહેર માર્ગો પર દબાણ ન કરવા અંગે વારંવાર ચેતવણીઓ આપવામાં આવી હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન થતું રહ્યું હતું, જેને પગલે તંત્રએ હવે કડક રૂખ અપનાવ્યો છે. પાલિકાની કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ પાલિકાની આ ઓચિંતી અને કડક કાર્યવાહીના કારણે જાહેર માર્ગો પર દબાણ ઊભું કરનારા લારીચાલકો અને વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. તંત્ર દ્વારા સંબંધિત લોકોને ભવિષ્યમાં આવા દબાણો ન કરવા માટે કડક તાકીદ પણ કરવામાં આવી છે, જેથી તહેવારોની મોસમમાં નાગરિકોને અવરજવરમાં કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે.
    Click here to Read More
    Previous Article
    દહેજ અને વિલાયતમાં સુરક્ષા કર્મીઓને આગથી બચાવની તાલીમ:દિવાળી દરમિયાન ઔદ્યોગિક એકમોમાં દુર્ઘટના સામે કાર્યવાહી માટે 180 કર્મીઓએ ફાયર સેફ્ટી અને ફર્સ્ટ એઇડ શીખ્યાં
    Next Article
    કરદાતાઓ માટે 30 દિવસ મુદત લંબાવાઈ:મિલકત વેરાના બિલ ભરવાની નિયત મુદ્દતમાં 30 દિવસનો વધારો કરવાનો નિર્ણય, હાલ સુધીમાં 354.58 કરોડ જેટલી જંગી આવક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment