Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના મનપસંદ કલબમાં હાઈપ્રોફાઈલ જુગાર પર રેડ, 180 જુગારી ઝડપાયા:મુખ્ય સંચાલક ગામો, નિવૃત્ત પોલીસકર્મી અને ડિંગુચા કબૂતરબાજી કેસના બોબી પટેલના કનેક્શનની ચર્ચા

    14 hours ago

    અમદાવાદના દરિયાપુરમાં આવેલી મનપસંદ કલબમાં ચાલતાં હાઈપ્રોફાઈલ જુગારમાં ગઈકાલે(2 ઓગસ્ટ) બપોરથી SMCની રેડ ચાલી રહી છે. ગઈકાલે રવિવાર હોવાથી મોટી સંખ્યામાં જુગારીઓ કલબમાં હાજર હતા. આ દરમિયાન રેડ થતા તમામને કલબમાં જ રાખવામાં આવ્યા છે. રેડ દરમિયાન SMCના SP અને DIG સહિતના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા 20 કલાક વધુથી રેડ ચાલુ છે, હજુ આરોપીના નિવેદન લેવામાં આવી રહ્યા છે. આ પણ વાંચો: સતત રેડ પડે છે એ 'મનપસંદ જિમખાના' છે શું? નિવૃત્ત પોલીસકર્મી અને ડિંગુચા કેસનો બોબી પટેલના કનેક્શનની ચર્ચા મનપસંદ જીમખાનાનો મુખ્ય સંચાલક ગામો ઉર્ફે ગોવિંદ ઉર્ફે ગામો ખોડીદાસ પટેલ છે. ગામા સાથે એક નિવૃત પોલીસકર્મી અને ડિંગુચા કબૂતરબાજી કેસનો બોબી પટેલ પણ જોડાયેલા હોવાની ચર્ચા છે. અગાઉ પણ આ ક્લબમાં અનેક રેડ થઈ છે. અગાઉની કેટલીક રેડમાં હાઈકોર્ટનો ઓર્ડર બતાવી ગામો બચી જતો હતો, ત્યારે આ વખતે SMCની રેડમાં પોલીસના સંકજામાં આવી ગયા છે. કલબના ત્રણેય માળ પર જુગાર રમતા હતા, 180 ઝડપાયા દરિયાપુરના વાઘજીપુરામાં આવેલી મનપસંદ ક્લબમાં ગઈકાલે બપોરથી SMCની ટીમે ચોક્કસ બાતમીના આધારે રેડ કરી હતી. આ રેડ દરમિયાન કલબમાં જુગાર રમતા 180 જુગારીઓ ઝડપાયા હતા. જીમખાનામાં રેડ દરમિયાન ત્રણેય માળ પરના હોલમાં 35થી 40 ટૅબલ પર જુગારીઓ જુગાર રમતા હતા. SMCની ટીમે તમામની અટકાયત કરી મોબાઇલ ફોન, રોકડ રકમ, જુગારના કોઈન, વાહન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. રેડના 20 કલાક બાદ પણ કલબમાં હજુ આરોપીના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે. દરિયાપુર પોલીસ સ્ટેશનમાં જુગારીઓ ન સમાતા પોલીસ ગોથે ચડી! રેડ પૂરી થયા બાદ તમામ આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવશે. જોકે છેલ્લી રેડમાં પણ મોટી સંખ્યામાં આરોપીઓ હોવાથી તમામ આરોપીઓ એક દરિયાપુર પોલીસ સ્ટેશનમાં આવી શકે તેમ ન્હોતા, જેથી આસપાસના પોલીસ સ્ટેશનમાં આરોપીઓને લઈ જવામાં આવ્યા હતા.આ રેડમાં પણ 150થી 180 જેટલા આરોપીઓ હોવાથી દરિયાપુર પોલીસ સ્ટેશન સિવાય અન્ય પોલીસ સ્ટેશનમાં પણ લઈ જવામાં આવશે. સ્થાનિક પોલીસ સામે DGP પગલા લઈ શકે રેડ દરમિયાન SMCના SP મયુર ચાવડા અને DIG વિશાલ વાઘેલા પણ મનપસંદ કલબ પર મોડી રાતે પહોંચ્યા હતા. ગત વખતે રેડ દરમિયાન દરિયાપુર પીઆઇ અને પીએસઆઈને સસ્પેન્ડ કરાયા હતા. આ રેડ દરમિયાન પણ સ્થાનિક પોલીસ સામે તપાસ કરવામાં આવશે. સ્થાનિક પોલીસ સામે DGP પગલા લઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં કિન્નરના બે જૂથ સામસામે, ઘરમાં ઘૂસી ચપ્પુના ઘા માર્યા:રેલવે સ્ટેશને માતાજીની પૂજા બાબતે થયેલા ઝઘડા બાદ 5નો હુમલો, રસોડું રક્તરંજિત
    Next Article
    ક્રિસ્ટલોગ્રાફી અને ડ્રગ ડિઝાઇન પર રાષ્ટ્રીય સેમિનાર:પાટણમાં 13 થી 15 ઓક્ટોબરે 53મો નેશનલ સેમિનાર યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment