Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરદાતાઓ માટે 30 દિવસ મુદત લંબાવાઈ:મિલકત વેરાના બિલ ભરવાની નિયત મુદ્દતમાં 30 દિવસનો વધારો કરવાનો નિર્ણય, હાલ સુધીમાં 354.58 કરોડ જેટલી જંગી આવક

    15 hours ago

    વડોદરા મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકતવેરાધારકો માટે વધુ એક રાહત આપવામાં આવી છે. વર્ષ 2026-27ના મિલકત વેરાના બિલ ભરવાની નિયત મુદ્દતમાં વધુ 30 દિવસનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે જેથી મિલકતધારકોએ વધુ નાણાની ચૂકવણી નહીં કરવી પડે. ઉપરાંત નાણાકીય વર્ષના પ્રથમ છ મહિના પાલિકાને પણ 350 કરોડથી વધુની જંગી આવક થઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવેરાની આવકમાં સતત વધારો થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જેઓનો કરવેરો ભરવાનો બાકી છે તેઓને પણ થોડી રાહત મળે તેવા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નિયત મુદતમાં વધારો કરાતા નગરજનોને રાહત વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટેના મિલકત વેરા અને વ્યવસાય વેરા અંગે કરદાતાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. મહાનગરપાલિકાની અખબારી યાદી મુજબ, આ વર્ષે તા. 3 નવેમ્બર સુધીમાં વડોદરા શહેરના જાગૃત કરદાતાઓ તરફથી મિલકત વેરા પેટે કુલ 354.58 કરોડ જેટલી જંગી આવક મહાનગરપાલિકાના તિજોરીમાં જમા થઈ ચૂકી છે, જે પાલિકાની નાણાકીય સ્થિતિ અને નાગરિકોની વેરા ભરપાઈ પ્રત્યેની જવાબદારી દર્શાવે છે. મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરના તમામ કરદાતાઓને રાહત આપતા જણાવાયું છે કે વર્ષ 2026-27ના મિલકત વેરાના બિલ ભરવાની નિયત મુદ્દતમાં વધુ 30 દિવસનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા વડોદરા નગરના નગરજનોને રાહત આપવા માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેનાથી અનેક લોકો પોતાનો નિયત કરવેરો ભરી શકશે અને વ્યાજમાંથી મુક્તિ મેળવી શકશે. મુદ્દત પૂર્ણ થયા બાદ 18% વ્યાજ અને દંડ જોકે, આ લંબાવવામાં આવેલી મુદ્દત પૂર્ણ થયા બાદ બાકી રહેતી વેરાની રકમ પર 18% વાર્ષિક દરે વ્યાજ, નોટિસ ફી, દંડ, ફાયર નોટિસ ફી તેમજ શિક્ષણ ઉપકર પેનલ્ટી વગેરે જેવા વધારાના ચાર્જ નિયમાનુસાર વસૂલ કરવામાં આવશે. આથી, વધારાના દંડ અને વ્યાજના બોજથી બચવા માટે મહાનગરપાલિકા દ્વારા તમામ મિલકતધારકોને સમયસર મિલકત વેરો ભરપાઈ કરવા અપીલ કરવામાં આવી છે. જે કરદાતાઓને હજુ સુધી ભૌતિક મિલકત વેરા બિલ મળ્યા ન હોય, તેઓ વડોદરા મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ પરથી સરળતાથી પોતાનું વેરા બિલ ડાઉનલોડ કરી શકે છે અથવા પોતાની સંબંધિત વોર્ડ કચેરીનો સંપર્ક કરીને મેળવી શકે છે. વ્યવસાય વેરા માટે પાલિકા દ્વારા કડકાઈ બીજી તરફ, વડોદરા શહેરના સીમાડા વિસ્તારમાં ધંધો-રોજગાર કરતા વ્યવસાયકારો માટે પણ વ્યવસાય વેરો સમયસર ભરવા કડક સૂચના આપવામાં આવી છે. PEC ખાતા ધરાવતા વ્યવસાયકારો માટે વ્યવસાય વેરો ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2026 હતી. આ છેલ્લી તારીખ વીતી ગઈ હોવાથી બાકી નીકળતી રકમ પર નિયમ મુજબ 12 ટકા લેખે વ્યાજ વસૂલવામાં આવી રહ્યું છે. વધુમાં, ચાલુ નવેમ્બર માસથી વ્યાજની સાથે-સાથે મૂળ રકમ પર 50 ટકા સુધીનો દંડ પણ વસૂલવાપાત્ર બનશે. આ જ નિયમ અને દંડ PRC ખાતા ધરાવતા વ્યવસાયકારોને પણ એકસરખી રીતે લાગુ પડે છે. આથી, મહાનગરપાલિકા દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે કે જે વ્યવસાયકારોનો વ્યવસાય વેરો ભરવાનો બાકી હોય, તેઓએ વધારાના દંડ અને કાનૂની કાર્યવાહીથી બચવા માટે વહેલી તકે પોતાના બાકી લેણાંની ભરપાઈ કરી દેવી.
    Click here to Read More
    Previous Article
    દિવાળી પહેલા મનપાની દબાણ હટાવ ઝુંબેશ:બજારમાં ભીડ વચ્ચે મનપાએ ગેરકાયદે દબાણો અને ફટાકડાના સ્ટોલ હટાવાયા
    Next Article
    જામનગરમાં 324 કિલો શંકાસ્પદ ઘી સીઝ કરાયું:મનપાની ફૂડ શાખાએ ખાંડ બજારના ગોડાઉનમાં તપાસ કરી; તેલ અને કલર-ફ્લેવરનો જથ્થો નષ્ટ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment