Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં ચૂંટણી ફરજ પરના કર્મચારીઓનું મતદાન પૂર્ણ:324 પોસ્ટલ બેલેટ દ્વારા સુરક્ષાકર્મીઓ અને કર્મચારીઓએ મત આપ્યા

    6 days ago

    ગોધરા નગરપાલિકાની આગામી ચૂંટણી માટે ફરજ પર તૈનાત કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પૂર્ણ થયું છે. આ પ્રક્રિયામાં કુલ ૩૨૪ પોસ્ટલ બેલેટ નોંધાયા હતા. ચૂંટણી પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવતા સરકારી કર્મચારીઓ, પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનો પોતાનો મતાધિકાર ગુમાવે નહીં તે સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચ દ્વારા આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ગોધરા ખાતે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટે એક ખાસ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું હતું. આ મતદાન પ્રક્રિયામાં પોલીસ વિભાગના અધિકારીઓ, હોમગાર્ડના જવાનો અને ચૂંટણી કામગીરીમાં જોડાયેલા સરકારી કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હાલમાં, આ તમામ પોસ્ટલ બેલેટને સીલબંધ કરીને ચૂંટણી પંચના નિયમો અનુસાર સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આ બેલેટની ગણતરી મતગણતરીના દિવસે કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ભાજપના સિનીયર નેતાઓને સ્થાનિકોએ ભગાડ્યા:'ભાજપ ગો બેક'ના નારા લાગ્યા, ગોરાટ હનુમાન મંદિર બચાવવા અને અશાંતધારા મુદ્દે વિરોધ
    Next Article
    મહિસાગરમાં ચૂંટણી સ્ટાફે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું:કલેક્ટર અર્પિત સાગરે મતદાન મથકની મુલાકાત લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment