Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરમતી-ગાંધીનગર રૂટ પર ડાયવર્ઝન નહીં લેવું પડે:ચીમનભાઈ પટેલ ઓવરબ્રિજ બંધ રાખવાનો આદેશ મોકૂફ, અવરજવર સામાન્ય રહેશે

    1 day ago

    અમદાવાદથી ગાંધીનગર અને ઉત્તર ગુજરાત તરફ અવરજવર કરતા વાહનચાલકો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી સ્થિત ચીમનભાઈ પટેલ ઓવરબ્રિજ પર હાથ ધરાનારી સ્ટીલ બ્રિજ ખસેડવાની કામગીરી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે પ્રોજેક્ટ કામગીરી હાલ સ્થગિત થઈ હોવાના કારણે બ્રિજ બંધ રાખવા અંગે બહાર પાડવામાં આવેલું જાહેરનામું અત્યારે લાગુ પડશે નહીં. આથી ૩ અને ૪ નવેમ્બરની રાત્રે સાબરમતીનો ચીમનભાઈ પટેલ ઓવરબ્રિજ રાબેતા મુજબ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે ખુલ્લો રહેશે. અગાઉ બે રાત માટે બ્રિજ સંપૂર્ણ બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી અગાઉ આયોજન મુજબ, સાબરમતીથી વટવા સુધી ચાલી રહેલા બુલેટ ટ્રેનના પાયલોટિંગ અને સેગમેન્ટના કામના ભાગરૂપે ચીમનભાઈ પટેલ ઓવરબ્રિજ પર સ્ટીલ બ્રિજ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ કામગીરી દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય અને સલામતી જળવાઈ રહે તે હેતુસર પોલીસ તંત્ર દ્વારા ૩ અને ૪ નવેમ્બરના રોજ રાત્રે ૧૨ વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી ઓવરબ્રિજ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જાહેર કરાયેલા વૈકલ્પિક રૂટ્સનો ઉપયોગ કરવાની જરૂર રહેશે નહીં બ્રિજ બંધ રાખવાના નિર્ણય સાથે તંત્ર દ્વારા નાના તેમજ ભારે વાહનો માટે રાણીપ ડી-માર્ટ, સેન્ટ્રલ જેલ, ચેનપુર અંડરપાસ, બલોલનગર બ્રિજ અને વૈષ્ણોદેવી સર્કલ તરફના વૈકલ્પિક માર્ગો જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, હવે આ કામગીરી હાલ પૂરતી સ્થગિત થઈ ગઈ હોવાથી વાહનચાલકોએ કોઈપણ ડાયવર્ઝન લીધા વિના સીધા ચીમનભાઈ પટેલ ઓવરબ્રિજ પરથી જ નિયમિતપણે અવરજવર કરી શકશે. કામગીરી અંગેનું નવું શેડ્યૂલ હવે પછી જાહેર કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પેટ્રોલપંપના મેનેજર સામે ઉચાપતની ફરિયાદ:વડોદરાના પાયોનિયર પેટ્રોલ પંપના મેનેજરે હિસાબોમાં ગોટાળો કરી રૂ. 1.20 લાખની છેતરપિંડી કરી
    Next Article
    હિટ એન્ડ રનમાં ઘવાયેલા વૃદ્ધનું મોત:રાજકોટમાં કારખાનામાં લિફ્ટ પરથી પટકાતા સગીર - વીજ શોકથી શ્રમિકનું મોત : આર્થિક ભીંસથી કંટાળી યુવાનનો આપઘાતનો પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment