Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિટ એન્ડ રનમાં ઘવાયેલા વૃદ્ધનું મોત:રાજકોટમાં કારખાનામાં લિફ્ટ પરથી પટકાતા સગીર - વીજ શોકથી શ્રમિકનું મોત : આર્થિક ભીંસથી કંટાળી યુવાનનો આપઘાતનો પ્રયાસ

    1 day ago

    રાજકોટના આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. શહેરના કોઠારીયા રોડ ઉપર સુભાષનગર સોસાયટીમાં રહેતા 60 વર્ષીય સુરેશભાઈ ખોડાભાઈ નોંધણવદરા ગત 22 ઓક્ટોબરના રોજ સાંજના સમયે રાજકોટ - અમદાવાદ હાઈવે પર શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝ અને સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝની વચ્ચે સર્વિસ રોડ પર પગપાળા જઈ રહ્યા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે અને બેદરકારીથી આવી રહેલા કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં સુરેશભાઈને માથા તેમજ શરીરે ગંભીર ઇજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે આજે 3 નવેમ્બરના સારવાર દરમિયાન તેમને દમ તોડી દેતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જનાર વાહનચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે મૃતકના પુત્ર ચિરાગભાઈની ફરિયાદ પરથી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ BNSની કલમ 105(1), 281, 125(એ), 125(બી) તથા એમ.વી. એક્ટની કલમ 177, 184 અને 134 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. રાણપુર ગામે ગોડાઉનમાં કલરકામ કરતા વીજ શોક લાગતા શ્રમિકનું મોત કુવાડવા રોડ પર આવેલા રાણપુર ગામે સંજયભાઈના ગોડાઉનમાં કલરકામની કામગીરી દરમિયાન કરુણ અકસ્માત સર્જાયો હતો. બજરંગવાડી વિસ્તારમાં રહેતા 55 વર્ષીય રાજેશભાઈ શશીકાંતભાઈ રાવલ (રાજુભાઈ) આજે 3 નવેમ્બરના બપોરના 4 વાગ્યે ગોડાઉનમાં કલરકામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ઇલેક્ટ્રિક લાઇનને અડી જવાથી તેમને જોરદાર ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. શોક લાગવાથી તેઓ નીચે પટકાયા હતા, જેના કારણે તેમના માથા અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં તેમને ત્વરિત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આર્થિક સંકળામણથી કંટાળી યુવાનનો આપઘાતનો પ્રયાસ રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ખોડીયારનગરમાં રહેતા 40 વર્ષીય વિશ્વજીતગીરી પ્રમોદગીરીએ રાત્રે બે વાગ્યા આસપાસ પોતાના ઘરે એસિડ પી લેતા 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે જાણ થતા માલવીયાનગર પોલીસનો સ્ટાફ આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક કાસ્ટિંગ કારખાનામાં મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે અને થોડા સમયથી પૈસાની ખેંચ રહેતા આર્થિક ભીંસમાં પગલું ભર્યું હોવાનું જણાવતા પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આપઘાતનો પ્રયાસ કરનાર યુવક બે ભાઈમાં નાનો અને તેને સંતાનમાં ત્રણ બાળકો હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય બનાવમાં રાજકોટની માલવીયા કોલેજ નજીક મહીરાજ હોટલમાં કામ કરતા 22 વર્ષીય ધરમપાલ પાસવાન ગઈકાલે રાત્રે 1 વાગ્યા આસપાસ મહિરાજ હોટલ પાસે હતો ત્યારે ઝેરી દવા પી જતા 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા માલવિયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ પુછપરછમાં યુવક મૂળ યુપીનો વતની હોવાનું અને હાલ હોટલમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. 51 ગુનામાં સંડોવાયેલો શખ્સ પાસા હેઠળ અમદાવાદ જેલહવાલે રાજકોટ શહેર PCB દ્વારા દારૂના સંખ્યાબંધ ગુનાઓમાં સંડોવાયેલા બાબર ઉર્ફે સલીમ હાજી ઇસ્માઇલ ખુરેશી (ઉ.વ.43) સામે પાસા દરખાસ્ત તૈયાર કરી કમિશનરને મોકલતા પોલીસ કમિશનરે મંજૂરી કરી આરોપી સામે પાસાનું વોરંટ ઇશ્યુ કર્યું હતું જેથી આરોપી બાબર ઉર્ફે સલીમ હાજીની પાસા હેઠળ અટકાયત કરી તેને અમદાવાદ જેલહવાલે કરવા તજવીજ હાથ ધરી હતી. આરોપી બાબર ઉર્ફે સલીમ વિરુદ્ધ રાજકટના થોરાળા તથા ધોરાજી, માંગરોળ, અમદાવાદ સહિતના પોલીસ સ્ટેશનમાં હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, રાયોટીંગ, મારમારી, એન.ડી.પી.એસ. એક્ટ, લેન્ડ ગ્રેબિંગ એકટ, દારૂ-જુગાર સહિત 51 ગુના નોંધાઇ ચૂકયા છે. દેશી તમંચા, મેગઝીન સાથે શખ્સ ઝડપાયો રાજકોટ SOG ટીમને બાતમી મળી હતી કે, વાવડીના ગેટ સામે એક શખ્સ હથિયાર સાથે ઉભો છે જેથી દરોડો પાડી યસ ઉર્ફે ઠુંડી રસિક બકરાણીયા (ઉ.વ.21)ને પકડી પાડી તેની પાસેથી એક દેશી બનાવટનો તમંચો અને એક ખાલી મેગઝીન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં એક દિવસ અગાઉ યસ ઉર્ફે ઠંડીના મિત્રને કોઈ વ્યક્તિ સાથે ઝઘડો થયો હોય જે ઝઘડાનો ખાર રાખી સામેવાળો શખ્સ યસને તેના મિત્ર વિશે પૂછપરછ કરવા માટે આવ્યો હતો ત્યારે તે સામેવાળા શખ્સના નેફામાં હથિયાર જોઈ જતા તે ગેરકાયદેસર હથિયાર યશે ઝૂંટવીને પોતાની પાસે રાખી લીધું હતું. હાલ પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે આવેલ શખ્સની ઓળખ મેળવી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. કારખાનામાં માલવાહક લિફ્ટ પરથી ફટકાતા સગીરનું મોત કોઠારીયા વિસ્તારના સ્વાતિ પાર્ક મેઇન રોડ પર ગુરુકૃપા સાફ્ટિંગના કારખાનામાં આજે સવારે 11 વાગ્યાં આસપાસ 13 વર્ષનો મુકેશ સિપાહીભાઈ નિષાદ એક માળ જેટલી ઊંચાઈએથી માલ વાહક લિફ્ટ પરથી પડી જતા નીચે પટકાયો હતો જેમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા 108 મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોક્ટરે તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા આજીડેમ પોલીસે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક મૂળ ઉત્તરપ્રદેશનો વતની હતો તેનો મોટો ભાઈ અજય અહીં કારખાનમાં મજૂરી કરે છે. દિવાળીનો તહેવાર હોવાથી મુકેશ ભાઈ પાસે રોકવા આવ્યો હતો. અજય અને મુકેશ કારખાનામાં ઉપરના માળે રહેતા હતા આજે સવારે તે કરિયાણાનો સામાન લઈ મુકેશ ઉપરના માળે જતો હતો. દરમ્યાન લિફ્ટ પરથી નીચે પટકાયો હતો પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. સ્કૂલ સંચાલક પર ત્રણ શખ્સોનો પથ્થરના ઘા ઝીંકી હુમલો કોઠારિયા મેઇન રોડ પર રહેતા અને વેલનાથ પાર્ક ખોખડદળ નદીના કાંઠે શ્રી એ.કે. વિદ્યાલય ચલાવતા રવિભાઈ દીપકભાઈ ગુજરીયા (ઉ.વ.31)એ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધેલા ગોવિંદ દાદરેચા (રહે. હાલ સાત હનુમાન પાછળ, પીપળીયા ગામ) તથા તેની સાથેના બે અજાણ્યા શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, ગત તા.26 ના સવારે આશરે 7 વાગ્યે તેઓ બુલેટ નં. જીજે-03-કેએલ-0128 લઈને સ્કૂલે જઈ રહ્યા હતા.ત્યારે ખોખડદડ નદીના કાચા રસ્તે વાશંગી દાદાના મંદિર પાસે ત્રણેય શખ્સોએ અચાનક જ તેમના પર પથ્થરના ઘા કર્યા હતા. આ દરમિયાન ધેલાના હાથમાં છરી હોવાનું પણ તેમણે જોયું હતું. હુમલાથી બચવા તેઓ બુલેટ લઈને ત્યાંથી નીકળી ગયા હતા. પથ્થર વાગવાથી શરીરે સામાન્ય ઈજા થઈ હતી અને પેન્ટના ખિસ્સામાં રાખેલા મોબાઇલની સ્ક્રીન તૂટી જતાં આશરે રૂ.1100નું નુકસાન થયું હતું. તેમના પિતા દીપકભાઈએ આશરે 20 દિવસ અગાઉ ધેલાભાઈ વિરુદ્ધ રૂ.35 હજારના ચેક રિટર્ન અંગે કોર્ટમાં ફરિયાદ કરી હતી. તેનો ખાર રાખીને હુમલો કર્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    સાબરમતી-ગાંધીનગર રૂટ પર ડાયવર્ઝન નહીં લેવું પડે:ચીમનભાઈ પટેલ ઓવરબ્રિજ બંધ રાખવાનો આદેશ મોકૂફ, અવરજવર સામાન્ય રહેશે
    Next Article
    Retired Pilot, Kerala High Court Judge Conquer Gruelling Goa Ironman 70.3

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment