Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લેવડ-દેવડના પૈસા કઢાવી આપવા છેતર્યા:ખોખરામાં પોલીસની ઓળખ આપીને મહિલા પાસેથી પૈસા પડાવનાર શખસ ઝડપાયો

    10 hours ago

    અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પોલીસની ઓળખ આપી નિર્દોષ નાગરિકોને શિકાર બનાવતા એક રીઢા નકલી પોલીસને ખોખરા પોલીસે દબોચી લીધો છે. ખોખરા વિસ્તારમાં વેપાર સાથે સંકળાયેલી એક મહિલાને અગાઉની આર્થિક લેવડ-દેવડના ફસાયેલા પૈસા પોલીસના રૌફથી કઢાવી આપવાની લાલચ આપી આ ભેજાબાજે કુલ ₹23,500 ખંખેરી લીધા હતા. ભોગ બનનાર મહિલાની સત્તાવાર ફરિયાદના આધારે ખોખરા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ખાખીનો રૌફ બતાવી મહિલા વેપારીને જાળમાં ફસાવી આ બનાવની વિગતો અનુસાર ખોખરા વિસ્તારમાં રહેતા અને વ્યવસાય કરતા સંગીતાબેન પટેલના અન્ય વેપારીઓ પાસે અગાઉની લેવડદેવડના નાણાં બાકી નીકળતા હતા. આ દરમિયાન અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અલ્પેશ પરમાર નામના શખ્સે તેમનો સંપર્ક કર્યો હતો. અલ્પેશ પરમારે પોતે પોલીસ વિભાગમાં ફરજ બજાવતો હોવાનો દાવો કર્યો હતો અને ખાખીનો રોફ બતાવીને બાકી નીકળતા નાણાં તાત્કાલિક કઢાવી આપવાની ખાતરી આપી હતી. કામ કરાવી આપવાના બહાને તેણે સંગીતાબેન પાસેથી કટકે-કટકે કુલ ₹23,500 પડાવી લીધા હતા. પૈસા લીધા બાદ પણ કોઈ કામ ન થતાં અને શંકા જતાં મહિલાએ સમગ્ર મામલે ખોખરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ₹23,500ની રોકડ રકમ રિકવર કરી: પીઆઈ બી.પી. સાવલિયા ખોખરા પોલીસ સ્ટેશનના પીઆઈ બી.પી. સાવલિયાએ જણાવ્યું હતું કે, પોલીસની ખોટી ઓળખ આપીને નાગરિકો પાસેથી નાણાં પડાવવાના ગંભીર મામલામાં ફરિયાદ નોંધાતાં જ ટીમે તપાસ હાથ ધરીને આરોપી અલ્પેશ પરમારની તાત્કાલિક ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપી પાસેથી ભોગ બનનાર મહિલા પાસેથી પડાવેલી પૂરેપૂરી ₹23,500ની રોકડ રકમ પણ રિકવર કરી લીધી છે. જોકે, ઝડતી દરમિયાન આરોપી પાસેથી પોલીસનું કોઈ સત્તાવાર ઓળખપત્ર (આઈ-કાર્ડ) કે સરકારી સાધન-સામગ્રી મળી આવી નથી. 12 વર્ષમાં નકલી પોલીસના 4 કેસ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે ઝડપાયેલા અલ્પેશ પરમારનો ગુનાહિત ઈતિહાસ ઘણો લાંબો છે. તે છેલ્લા 12 વર્ષથી લોકોને પોલીસ હોવાનો રૌફ બતાવી છેતરપિંડી આચરવાની ટેવ ધરાવે છે. આરોપી અગાઉ વર્ષ 2014, 2018 અને 2025માં અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી પોલીસ તરીકેના ગુનાઓમાં ત્રણ વખત રંગેહાથ પકડાઈ ચૂક્યો છે. તે પૂર્વ વિસ્તારમાં સક્રિય રહીને સામાન્ય અને ભોળા લોકોને નિશાન બનાવતો હતો. હાલ ખોખરા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તે અન્ય કેટલા લોકો સાથે આવી છેતરપિંડી આચરી ચૂક્યો છે તે દિશામાં રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં NQAS પ્રમાણિત આરોગ્ય સંસ્થાઓની સંખ્યા 57 થઈ:નવા દેવળિયા અને વિરપરનાં આયુષ્માન આરોગ્ય મંદિરોને પણ પ્રમાણપત્ર મળ્યું
    Next Article
    લાજપોર જેલમાં હત્યાના ગુનાના આરોપીનો ગળેફાંસો ખાઈ આપઘાત:ગઈકાલે કોર્ટે સજા સંભળાવી હતી, મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment