Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં NQAS પ્રમાણિત આરોગ્ય સંસ્થાઓની સંખ્યા 57 થઈ:નવા દેવળિયા અને વિરપરનાં આયુષ્માન આરોગ્ય મંદિરોને પણ પ્રમાણપત્ર મળ્યું

    10 hours ago

    મોરબી જિલ્લામાં NQAS પ્રમાણપત્ર મેળવનારી આરોગ્ય સંસ્થાઓની સંખ્યા ૫૭ થઈ છે. હળવદના નવા દેવળિયા અને ટંકારાના વિરપરનાં આયુષ્માન આરોગ્ય મંદિરોને પણ આ પ્રમાણપત્ર મળ્યું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ૫૦ આયુષ્માન આરોગ્ય મંદિરો (સબ સેન્ટર) અને ૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણો (NQAS)નું પ્રમાણપત્ર મળ્યું છે. આ સંસ્થાઓએ કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય મૂલ્યાંકન અને ગુણવત્તાના ૧૨ સેવા માપદંડો પૂર્ણ કર્યા છે. તાલુકા પ્રમાણે મોરબીમાં ૧૬ સબ સેન્ટર અને ૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત કુલ ૨૧ સંસ્થાઓને પ્રમાણપત્ર મળ્યું છે. વાંકાનેરમાં ૨૪ સબ સેન્ટર, માળીયામાં ૨ સબ સેન્ટર અને ૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ટંકારામાં ૬ સબ સેન્ટર અને ૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા હળવદમાં ૨ સબ સેન્ટરને પ્રમાણપત્ર મળ્યું છે. નવા દેવળિયાના આયુષ્માન આરોગ્ય મંદિરે ૯૪.૨૭ ટકા અને વિરપરના આયુષ્માન આરોગ્ય મંદિરે ૮૯.૯૫ ટકા ગુણ મેળવ્યા છે. આ આરોગ્ય કેન્દ્રોમાં પ્રાથમિક તપાસ, સગર્ભા મહિલાઓની દેખરેખ અને માતૃત્વ સેવા, શિશુ અને બાળ આરોગ્ય, પોષણ સંભાળ, કુટુંબ કલ્યાણ, ચેપી અને બિનચેપી રોગોનું નિદાન તથા સારવાર, કટોકટીની સેવા, આયુષ અને યોગ સહિતની ૧૨ સેવાઓ નિઃશુલ્ક આપવામાં આવે છે. આ સિદ્ધિ માટે આરોગ્ય કર્મચારીઓના પ્રયાસોનો ફાળો રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરના કૃષ્ણા ગેસ્ટ હાઉસમાંથી દારૂ પીતા ત્રણ ઝડપાયા:બોખીરા ગોલાઈ પાસે રૂમ નં. 107માંથી દારૂ અને અન્ય સામગ્રી મળી; ઉદ્યોગનગર પોલીસે કાર્યવાહી કરી
    Next Article
    લેવડ-દેવડના પૈસા કઢાવી આપવા છેતર્યા:ખોખરામાં પોલીસની ઓળખ આપીને મહિલા પાસેથી પૈસા પડાવનાર શખસ ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment