Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં જ પુત્રી અને જમાઇ સાથે મારામારી કરી:નરોડામાં બે ગઠિયાઓ ભુવાજીના નામે 1.07 લાખના સોનાના દાગીના લૂંટી ફરાર

    6 days ago

    અમદાવાદ ના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલી યુવતીએ યુવક સાથે પ્રેમલગ્ન કરીને પોલીસ સ્ટેશન હાજર થતાની સાથે જ ઉશ્કેરાયેલા પરિવાર પોલીસ સ્ટેશન આવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં જ પરિવારે યુવતી અને તેના પતિને માર મારવાનું શરૂ કરી દીધું હતું. યુવતીએ તેના માતા- ભાઈ અને પરિવારજનો સામે ફરિયાદ નોંધાવતા નરોડા પોલીસે ચારેય સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે બીજા બનાવમાં, નરોડામાં બે ગઠિયાઓ ભુવાજીના નામે 1.07 લાખના સોનાના દાગીના લૂંટી ફરાર થઈ ગયા છે. દીકરીના લગ્નથી નારાજ પરિવારે જમાઈ સાથે મારામારી કરી કૃષ્ણનગરમાં રહેતી 26 વર્ષીય પાયલ પટણી 23 મેએ ‘હું ચમનપુરા જાઉં છું’ તેમ કહીને નીકળ્યા બાદ ઘરે પરત ફરી ન હતી. પરિવારે આ અંગે પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરાવી હતી. પોલીસે તપાસ કરતા પાયલે ઠક્કરબાપાનગર વિસ્તારમાં રહેતા ચંદુ ચારણ નામના યુવક સાથે ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં જ મિર્ઝાપુર ખાતે લગ્ન કરી લીધા હતાં. ગઈકાલે રાત્રે પોલીસે પાયલ અને ચંદુને નિવેદન માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. પાયલના માતા-પિતાને કરીને તેમને પણ ત્યાં બોલાવ્યા હતા. જેથી પાયલની માતા રેખાબેન, બહેન પિન્કી, ભાઈ મેહુલ અને માસી લીલાબેન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યારે દીકરીના આ લગ્નથી નારાજ પરિવારે ત્યાં હાજર પાયલ અને તેના પતિ ચંદુ સાથે પોલીસ સ્ટેશનમાં જ મારામારી શરૂ કરી હતી. પોલીસ સ્ટાફે વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં ચારેયે પોલીસ સ્ટેશનની અંદર અને બહાર જાહેર રોડ પર એકબીજા સાથે મારામારી કરી બૂમો પાડીને આતંક મચાવ્યો હતો. બીજો બનાવ નરોડામાં બે ગઠિયાઓ ભુવાજીના નામે 1.07 લાખના સોનાના દાગીના લૂંટી ફરાર નરોડા વિસ્તારમાં એક જ રાત્રિમાં એક્ટિવા પર આવેલ બે ગઠિયાઓ ભુવાજીના નામે બે વ્યક્તિઓને વાતોમાં ભોળવીને કુલ રૂ. 1.07 લાખના સોનાના દાગીના લૂંટી ફરાર થયા છે. તેમાં ભુવાજી તમારી તકલીફ દૂર કરી દેશે તેમને મંદિર લઇ જવાના બહાને એડ્રેસ પૂછીને વાતોમાં ભોળવ્યા હતા. આ અંગે નરોડા પોલીસે બે અલગ અલગ ગુના નોધીને વધુ તપાસ શરૂ કરી છે. બિહાર ખાતે સીમા સુરક્ષા બળમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે ગુજરાતમાં કસ્ટમ એન્ડ જીએસટી વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતી યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ પતિએ સતત ત્રણ વર્ષ સુધી પોતાને દેવુ થઇ ગયુ હોવાનુ કહીને પત્નીને છેતરીને તેના નામે લોન અને પિયરમાંથી હાથઉછીના કુલ રૂ. 7.55 લાખ પડાવી લીધા હતા. આ દરમ્યાન પત્નીને પતિનો ફોન ચેક કરતા અન્ય સ્ત્રી સાથેના સંબંધની જાણ થતા પતિએ નફ્ફટાઈ પૂર્વક જવાબ આપી દીધો હતો. હવે મને તારી કોઈ જરૂર નથી. તારાથી મેં બહુ કમાઈ લીધું છે કહીને પત્નીને તરછોડી દીધી હતી. તેમજ જે રૂપિયા લીધા તે પ્રેમિકા પાછળ ખર્ચી નાખ્યા હતા. કંટાળીને પત્નીએ પતિ સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: ચીન ભારતનું ગળું ટૂંપવાની તૈયારીમાં:i-Phoneથી લઇને કાર અને ગુજરાતમાં બનતી દવાઓ સુધી ખતરો, બે નવા કાયદાથી અમેરિકા અને યુરોપ સુધી હાહાકાર
    Next Article
    મહિલાએ મિત્રતા રાખવા ના પાડતા તેના ઘરમાં ગાંજો મુક્યો:બંને પરણીતની સોશિયલ મીડિયામાં મિત્રતા થઈ હતી, કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment