Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં સિંહદર્શનના વિવાદમાં વનકર્મી પર હુમલો:ચલાલા પોલીસે 3 આરોપીની ધરપકડ કરી, ફરજમાં રૂકાવટ અને ધમકીની ફરિયાદ નોંધાઈ

    1 day ago

    અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલામાં વનકર્મી પર હુમલો થયો છે. સિંહ દર્શન કરાવવા બાબતે થયેલા વિવાદમાં આ ઘટના બની હતી. ચલાલા પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના ચલાલા-ગોપાલગ્રામ રોડ પર બની હતી. વન વિભાગની ટીમ સિંહને સુરક્ષિત રીતે તેના કુદરતી રહેઠાણમાં છોડવાની કામગીરી કરી રહી હતી. તે સમયે ફોરચ્યુનર કારમાં આવેલા ત્રણ લોકોએ સિંહ દર્શન કરાવવાની માંગ કરી. વન વિભાગના ફોરેસ્ટર શિવરાજભાઈ ધાધલે કાયદેસરની ફરજને ધ્યાનમાં રાખીને સિંહ દર્શનની મંજૂરી આપી ન હતી. આનાથી મામલો ગરમાયો અને આરોપીઓએ ફોરેસ્ટર પર હુમલો કર્યો. આરોપીઓએ ફોરેસ્ટર સાથે ગાળાગાળી કરી, તેમની ફરજમાં અડચણ ઊભી કરી અને હાથના ભાગે હુમલો કર્યો. તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓની સૂચના બાદ ચલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન:ગોવામાં ઘરે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો, 45 મિનિટ સુધી CPR આપ્યા બાદ પણ જીવ બચાવી શકાયો નહીં
    Next Article
    US-Iran Tensions: Trump Weighs Resuming Strikes Before Midterms, Military Told To Be Ready

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment