Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફાયરિંગની ઘટનામાં પ્લોટમાં દાટેલા હથિયારોનો ભેદ ઉકેલાયો:રાજકોટ પોલીસે ગણતરીના કલાકોમાં હથિયારો છુપાવનાર સાગરીતોને દબોચ્યા, આરોપીઓનું ઘટનાસ્થળે રિ-કન્સ્ટ્રક્શન

    6 hours ago

    રાજકોટ શહેરના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં આવેલા જેમકો સેલ્સ એન્ડ સર્વિસ સ્ટેશન ખાતે શનિવારે સાંજે થયેલા ફાયરિંગના બનાવમાં ગાંધીગ્રામ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં પોલીસે રામદેવ ડાંગરના બે મિત્રોની ધરપકડ કરી તેમની પાસેથી છૂપાવેલા હથિયારો કબજે કર્યા છે તેમજ મુખ્ય આરોપીઓને સાથે રાખી ઘટનાસ્થળે રિ-કન્સ્ટ્રક્શનની પ્રક્રિયા પૂર્ણ કરી છે. સમાધાન છતાં પોલીસે સરકાર તરફે ગુનો નોંધ્યો શનિવારે સાંજે 4.30 વાગ્યાની આસપાસ દિવ્યરાજસિંહ સરવૈયા અને રામદેવ ડાંગર વચ્ચે પૈસાની લેતી-દેતીમાં તકરાર થઈ હતી. દિવ્યરાજસિંહે પોતાની પરવાનાવાળી પિસ્તોલમાંથી રામદેવ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં સદનસીબે કોઈને ઈજા થઈ ન હતી. જોકે, બનાવ બાદ બંને પક્ષોએ અંગત રીતે સમાધાન કરી લીધું હતું પરંતુ, પોલીસે આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ સરકાર તરફે ફરિયાદી બની હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓને દબોચી લીધા હતા. ખુલ્લા પ્લોટમાં દાટી દીધેલા હથિયારો મળી આવ્યા પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, રામદેવ ડાંગરે પોતાની પાસે રહેલી દેશી પિસ્તોલ અને ફોર્ચ્યુનર કારમાં રાખેલું અન્ય એક હથિયાર પોતાના બે મિત્રો કુલદીપસિંહ જાડેજા અને અજયસિંહ ચુડાસમાને સોંપી દીધા હતા. આ બંને મિત્રોએ પકડાઈ જવાના ડરથી હથિયારો જામનગર રોડ પર પરાસર પાર્ક પાસેના એક ખુલ્લા પ્લોટમાં દાટી દીધા હતા. પોલીસે કુલદીપસિંહ અને અજયસિંહની ધરપકડ કરી તેમની નિશાનદેહી પરથી બે હથિયાર અને 7 જીવતા કાર્ટિઝ કબજે કર્યા છે. કુલ 3 હથિયાર અને 38 લાખનો મુદ્દામાલ જપ્ત આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ 3 હથિયાર (1 પરવાનાવાળું અને 2 ગેરકાયદેસર) કબજે કર્યા છે. આ ઉપરાંત પોલીસે બલેનો કાર, ફોર્ચ્યુનર કાર અને ત્રણ મોબાઈલ સહિત કુલ 38 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. CCTVમાં સ્પષ્ટ દેખાય છે કે, દિવ્યરાજસિંહ કારમાંથી ઉતરીને ફાયરિંગ કરે છે જ્યારે રામદેવ પણ વળતો જવાબ આપવા પોતાની પિસ્તોલ તાકે છે. ઘટનાસ્થળે રિ-કન્સ્ટ્રક્શન કરાયું આજે ગાંધીગ્રામ પોલીસ દ્વારા મુખ્ય આરોપીઓ દિવ્યરાજસિંહ સરવૈયા અને રામદેવ ડાંગરને જે-તે સ્થળે લઈ જવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર ઘટના કેવી રીતે બની તેનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું જેથી પુરાવાઓને વધુ મજબૂત કરી શકાય. પકડાયેલા ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલહવાલે કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના સનાથળમાં યુવકની હત્યા:સામાન્ય ઝઘડામાં સમાધાન માટે ઘરે બોલાવી પાંચ આરોપીઓએ હુમલો કરતા ઘટનાસ્થળે મોત, પિતા-પુત્રની ધરપકડ; 3 ફરાર
    Next Article
    પાલનપુર LCBએ દારૂની મોટી હેરાફેરી ઝડપી:ફોર્ચ્યુનર ગાડીમાંથી રૂ. 20.78 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment