Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુર LCBએ દારૂની મોટી હેરાફેરી ઝડપી:ફોર્ચ્યુનર ગાડીમાંથી રૂ. 20.78 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી ઝડપાયો

    6 hours ago

    પાલનપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ દાંતીવાડા નજીક નાની મહુડી ગામ પાસેથી દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડી છે. એક ફોર્ચ્યુનર ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 2360 બોટલો જપ્ત કરવામાં આવી હતી, જેની કિંમત રૂ. 5,68,657 આંકવામાં આવી છે. વાહન સહિત કુલ રૂ. 20,78,657 નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો અને રાજસ્થાનના એક બુટલેગરની ધરપકડ કરવામાં આવી હતી. બનાસકાંઠા રેન્જ, પાલનપુરના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ (IPS) અને બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે (IPS) એ રાજ્ય સરકારની દારૂબંધી અંગેની ઝીરો ટોલરન્સ નીતિના અનુરૂપ કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચનાનો મુખ્ય ઉદ્દેશ્ય બનાસકાંઠા જિલ્લાની રાજસ્થાન સરહદ પરથી થતી ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવાનો હતો. આ સૂચનાના આધારે, એલ.સી.બી., પાલનપુરના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.બી. જાડેજા અને જે.એસ. ગઢવીના નેતૃત્વ હેઠળ એલ.સી.બી.ની અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. આ ટીમોને દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવાનો ટાસ્ક સોંપવામાં આવ્યો હતો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.બી. જાડેજાની ટીમ પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. દાંતીવાડા નજીક નાની મહુડી ગામ પાસેથી ફોર્ચ્યુનર ગાડી નંબર GJ01RZ1805 ને રોકવામાં આવી હતી. ગાડીની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની 2360 બોટલો મળી આવી હતી. આ દારૂની કિંમત રૂ. 5,68,657 હતી. પોલીસે ફોર્ચ્યુનર ગાડી સહિત કુલ રૂ. 20,78,657 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી દિનેશ મુકનારામ ગોદારા (બિશ્નોઈ), રહે. રોહીલા (પશ્ચિમ), તા. સેડવા, જી. બાડમેર (રાજસ્થાન) ને ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે, આરોપીએ ફોર્ચ્યુનર ગાડી પર સાચા નંબર પ્લેટને બદલે બનાવટી નંબર પ્લેટ લગાવી હતી. આ અંગે પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલા દારૂ ભરાવનાર અને મંગાવનાર અન્ય ઇસમો તેમજ બનાવટી નંબર પ્લેટના સંબંધમાં પણ તપાસ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    ફાયરિંગની ઘટનામાં પ્લોટમાં દાટેલા હથિયારોનો ભેદ ઉકેલાયો:રાજકોટ પોલીસે ગણતરીના કલાકોમાં હથિયારો છુપાવનાર સાગરીતોને દબોચ્યા, આરોપીઓનું ઘટનાસ્થળે રિ-કન્સ્ટ્રક્શન
    Next Article
    વઢવાણની 35થી વધુ બહેનોએ સોમનાથ યાત્રા કરી:મહાદેવ વિરાસતના 75 વર્ષ નિમિત્તે આયોજન, ચૂંટાયેલા સભ્ય પણ જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment