Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરને મળ્યા યુવા મેયર:અમરેલીમાં ડબલ મર્ડરથી ચકચાર; નિકોલમાં નશામાં ધૂત ચાલકે માતા-પુત્રને કચડ્યાં, દિવાળીએ ટ્રાવેલ્સનાં ભાડાં બેફામ વધ્યાં!

    16 hours ago

    ગાંધીનગરના મેયર તરીકે રૂપસિંહ રાઠોડની વરણી ગાંધીનગર મનપાના 29 વર્ષીય રૂપસિંહ રાઠોડ મેયર બન્યા, અંજના મહેતા ડેપ્યુટી મેયર અને મહેન્દ્ર પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા; ભાજપે યુવા ચહેરા સાથે જ્ઞાતિગત સમીકરણો અને અનુભવનું સંતુલન જાળવ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યભરની જેલોને બોમ્બથી ઉડાવી દેવાનો ઈ-મેઈલ ગુજરાતમાં DGP ઓફિસ, કલેક્ટર કચેરી, મંદિર અને રાજ્યની જેલોને બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો ઈ-મેઈલ, પોલીસ-ડોગ સ્ક્વોડની તપાસમાં શંકાસ્પદ વસ્તુ મળી નહીં. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કાર સાથે સગીર-યુવકને જીવતા સળગાવી દીધા અમરેલીના ગુંદરણમાં ગાડી સળગાવી સગીર સહિત બે યુવકોની હત્યા, ₹60 હજારની લેતીદેતીના વિવાદમાં હત્યાની આશંકા, બે આરોપી રાઉન્ડઅપ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નશામાં ધૂત ફોર્ચ્યુનરચાલકે 4ને કચડ્યા અમદાવાદના નિકોલમાં નશામાં ધૂત ફોર્ચ્યુનરચાલકે ફૂટપાથ પર ચારને કચડ્યા, માતા-પુત્રનાં મોત અને બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સમાધાનના બહાને બોલાવી યુવકની હત્યા સુરેન્દ્રનગરમાં સમાધાનના બહાને બોલાવી હાર્દિક સાંતલપરાની છરીના ઘા ઝીંકી હત્યા, પાંચ આરોપીઓ સામે ગુનો નોંધાયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડાકોરમાં રખડતી ગાયે વૃદ્ધાને રગદોળ્યાં ડાકોરમાં રખડતી ગાયે વૃદ્ધા અનસૂયાબેન પર હુમલો કરી માથા-હાથમાં ગંભીર ઈજાઓ પહોંચાડી, પરિવારે નગરપાલિકાને કાનૂની નોટિસ ફટકારી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઓમાનના દરિયામાં ભારતીય જહાજ પર હુમલો ઓમાનના દરિયામાં ભારતીય જહાજ પર શંકાસ્પદ ડ્રોન કે મિસાઈલથી હુમલો, સલાયાના એક ખલાસીનું મોત; 13ને ઓમાન કોસ્ટ ગાર્ડે બચાવ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડ્રગ્સ કેસમાં સલીમ ડોલાની તુર્કિયેથી ધરપકડ ₹473 કરોડના ડ્રગ્સ કેસમાં ફરાર સલીમ ડોલાની તુર્કિયેથી ધરપકડ, ગુજરાત ATS કરશે દાઉદ ઈબ્રાહીમ સાથેના કનેક્શનની તપાસ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 500ની ટ્રાવેલ્સ ટિકિટના 1200 રૂપિયા દિવાળીએ ખાનગી ટ્રાવેલ્સની મનમાની, અમદાવાદથી રાજકોટનું ₹500નું ભાડું વધીને ₹1200થી ₹1500 થયું, સુરતથી સૌરાષ્ટ્ર જવા સિંગલ ટિકિટ ₹1500 અને ડબલ સોફાના ₹3000 વસૂલાતાં મુસાફરો પર આર્થિક બોજ વધ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મહિલાઓના પર્સમાંથી પોલીસે મોબાઈલ સેરવી લીધા દિવાળીની ખરીદી વચ્ચે વડોદરા પોલીસની અનોખી મોકડ્રીલ, સિવિલ ડ્રેસમાં મહિલાઓના પર્સમાંથી મોબાઈલ સેરવી ચોરી અંગે જાગૃતિ ફેલાવી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    યુક્રેનમાં રાહત કેન્દ્ર પર રશિયાનો હુમલો, 29નાં મોત:ઝેલેન્સ્કીએ કહ્યું- રશિયા તણાવ ઘટાડવા માંગતું નથી; 5 દિવસ પહેલાં રેલવે સ્ટેશન પર ડ્રોન હુમલો થયો હતો
    Next Article
    અધ્યાપકોના 8 પડતર પ્રશ્નો મુદ્દે શિક્ષણ સચિવ સમક્ષ ફરી રજૂઆત:300 દિવસની રજાઓને કેશમાં ટ્રાન્સફર કરવા અને કેશલેસ હેલ્થ બેનિફિટની માગ, નિરાકરણ નહીં આવે તો આંદોલન થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment