Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અધ્યાપકોના 8 પડતર પ્રશ્નો મુદ્દે શિક્ષણ સચિવ સમક્ષ ફરી રજૂઆત:300 દિવસની રજાઓને કેશમાં ટ્રાન્સફર કરવા અને કેશલેસ હેલ્થ બેનિફિટની માગ, નિરાકરણ નહીં આવે તો આંદોલન થશે

    14 hours ago

    ગુજરાત રાજ્યના કોલેજ અધ્યાપકોના લાંબા સમયથી વણઉકેલાયેલા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા ફરી એકવાર શિક્ષણ સચિવ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ગત 23 સપ્ટેમ્બરના રોજ શિક્ષણ મંત્રી તેમજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકને એક મહિનો કરતાં વધુ સમય વીતી ચૂક્યો હોવા છતાં મુખ્ય પડતર પ્રશ્નોનો કોઈ સત્તાવાર ઉકેલ ન આવતાં અધ્યાપકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. જેથી અધ્યાપક મંડળના પ્રતિનિધિઓએ સચિવાલય ખાતે શિક્ષણ સચિવ સાથે સીધી મુલાકાત કરીને 8 જેટલા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. 300 દિવસની રજાનું રોકડ રૂપાંતર અને કેશલેસ હેલ્થ સુવિધા મુખ્ય માંગણી અધ્યાપક મંડળ દ્વારા ઉઠાવવામાં આવેલા મુખ્ય 8 પ્રશ્નોમાં સરકારી કર્મચારીઓની જેમ અધ્યાપકોને પણ કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજનો લાભ આપવા તેમજ નિવૃત્તિ સમયે મળવાપાત્ર 300 દિવસની જમા રજાઓનું રોકડમાં રૂપાંતર કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આચાર્ય તરીકે બઢતી કે સીધી નિમણૂક પામતા અધ્યાપકોની અગાઉની સર્વિસ કન્ટિન્યુઇટી જાળવી રાખવા અંગે પણ ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. વેકેશન દરમિયાન વસ્તી ગણતરીની કામગીરી સામે વળતર રજા આપવા માગ વેકેશનના સમયગાળા દરમિયાન અધ્યાપકોને સોંપવામાં આવતી બિનશૈક્ષણિક કામગીરી અંગે પણ મહામંડળે અવાજ ઉઠાવ્યો છે. મંડળે જણાવ્યું હતું કે દિવાળી કે ઉનાળુ વેકેશનમાં અધ્યાપકોને સામાજિક જવાબદારીઓ નિભાવવાની હોય છે અને પરિવાર સાથે સમય પસાર કરવાનો અધિકાર હોય છે. આવા સમયે જો અધ્યાપકોને વસ્તી ગણતરી જેવી વહીવટી કામગીરીમાં જોડવામાં આવે તો તેના બદલામાં તેમને સત્તાવાર રીતે વળતર રજાઓ મળવી જોઈએ. વહેલી તકે ઉકેલ નહીં આવે તો આંદોલનાત્મક કાર્યક્રમો: પ્રમુખ રાજેન્દ્ર જાદવ ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળના પ્રમુખ રાજેન્દ્ર જાદવે જણાવ્યું હતું કે, “અમે છેલ્લા ઘણા સમયથી પડતર પ્રશ્નો સંદર્ભે સરકાર અને શિક્ષણ સચિવ સમક્ષ સતત રજૂઆતો કરી રહ્યા છીએ. અગાઉની બેઠકમાં વહેલી તકે ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી પરંતુ, હજુ સુધી નક્કર પરિણામ મળ્યું નથી. જો સરકાર દ્વારા વહેલી તકે જી.આર. બહાર પાડીને આ પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ફરજ પડશે.” શિક્ષણ સચિવ સાથેની બેઠકમાં 8 જેટલા પડતર પ્રશ્નો મુદ્દે ચર્ચા થઈ 1. આચાર્ય તરીકે નિમણૂક પામતા અધ્યાપકોના સેવા જોડાણ અંગેના પ્રશ્નો. 2. નિવૃત્તિ સમયે મળવાપાત્ર 300 દિવસની રજાના રોકડ રૂપાંતરનો પ્રશ્ન. 3. અધ્યાપકોને કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજનો લાભ આપવા બાબત. 4. અધ્યાપક સહાયક તરીકે નિમણૂક પામેલા અધ્યાપકોના ફાજલના રક્ષણનો પ્રશ્ન. 5. ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજોના અધ્યાપકો માટે સ્વૈચ્છિક બદલીની જોગવાઈ કરવા બાબત. 6. વેકેશન દરમિયાન વસ્તી ગણતરીની કામગીરી કરનાર અધ્યાપકોને વળતર રજાઓ આપવા બાબત. 7. ખંડ સમયના અધ્યાપકોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવા બાબત. 8. એડ હોક સેવા જોડાણનો પ્રશ્ન
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરને મળ્યા યુવા મેયર:અમરેલીમાં ડબલ મર્ડરથી ચકચાર; નિકોલમાં નશામાં ધૂત ચાલકે માતા-પુત્રને કચડ્યાં, દિવાળીએ ટ્રાવેલ્સનાં ભાડાં બેફામ વધ્યાં!
    Next Article
    જૂની અદાવતમાં પરિવારને ધમકી આપી:જોગવડમાં લાકડાના ધોકા સાથે આવેલા ત્રણ શખ્સો સહિત ચાર સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment