Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂની અદાવતમાં પરિવારને ધમકી આપી:જોગવડમાં લાકડાના ધોકા સાથે આવેલા ત્રણ શખ્સો સહિત ચાર સામે ફરિયાદ

    14 hours ago

    જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામના રાણીશીપ વિસ્તારમાં જૂની અદાવતને લઈને મારામારી અને ધમકીનો બનાવ બન્યો. અજરણભાઈ હમીરભાઈ પરમારે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. તેઓ મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામના છે અને હાલ જોગવડમાં રહે છે. ફરિયાદ મુજબ, 1 નવેમ્બરે સાંજે પ્રકાશભાઈ મકવાણા ફરિયાદીના કાકાના દીકરાના ઘરે આવ્યા હતા. જૂની અદાવતને લઈને બોલાચાલી થતાં પ્રકાશભાઈએ અજરણભાઈને ગાળો આપી હતી અને તેમના 18 વર્ષના પુત્ર રોહિત સાથે મારામારી કરી હતી. રોહિતને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ લઈ જવાયો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ, 2 નવેમ્બરે વહેલી સવારે આશરે 3 વાગ્યે અજરણભાઈનાં પત્ની અમૃતાબેનનો ફોન આવ્યો હતો. તેમણે જણાવ્યું કે નંદાણા ગામના રોહિતભાઈ મકવાણા, યોગેશભાઈ મકવાણા અને વીરાભાઈ મકવાણા લાકડાના ધોકા સાથે ઘરે આવ્યા હતા. તેઓએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અજરણભાઈએ પ્રકાશભાઈ મકવાણા સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 352, 351(3), 296(b), 54 અને જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અધ્યાપકોના 8 પડતર પ્રશ્નો મુદ્દે શિક્ષણ સચિવ સમક્ષ ફરી રજૂઆત:300 દિવસની રજાઓને કેશમાં ટ્રાન્સફર કરવા અને કેશલેસ હેલ્થ બેનિફિટની માગ, નિરાકરણ નહીં આવે તો આંદોલન થશે
    Next Article
    નેત્રંગમાં વિદ્યાર્થીઓને મતાધિકાર અને SIRની સમજ અપાઈ:નૂતન ગ્રામ વિદ્યાપીઠમાં ‘વિકસિત ભારત યુવા સંવાદ’ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment