Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરના મેયર તરીકે રૂપસિંહ ઠાકોરની વરણી:અંજના મહેતા ડેપ્યુટી મેયર અને મહેન્દ્ર પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન

    8 hours ago

    ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપની બમ્પર જીત બાદ આજે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવી. મેયર તરીકે રૂપસિંહ ઠાકોર, ડેપ્યુટી મેયર તરીકે અંજના મહેતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી. ગાંધીનગર મહાનગરપાલિકાની ચોથી સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થયાના 20 દિવસ વીતી ગયા બાદ આજે પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવી. મ્યુનિસિપલ કમિશનર અને વહીવટી તંત્ર પર પક્ષપાતના આક્ષેપો વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે મ્યુનિસિપલ કમિશનર અને વહીવટી તંત્ર પક્ષપાતપૂર્ણ વલણ અપનાવી રહ્યું છે અને અધિકારીઓ ભાજપના પક્ષમાં કામ કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ કોઈ ભાજપની ઓફિસ નથી કે સત્તાધારી પક્ષના ઈશારે કામ ચાલે, તેમ જણાવીને વિપક્ષે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. કરમજિતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ભાજપનો મેન્ડેટ મોડો આવે કે ન આવે એ તેમનો આંતરિક વિષય છે, પરંતુ તેના કારણે સરકારી કચેરી અને સભાની કાર્યવાહી ખોરવાવી યોગ્ય નથી અને વહીવટી પાંખે સત્તાધારી પક્ષના દબાણમાં આવીને ભેદભાવ કરવાનું બંધ કરવું જોઈએ. શહેરમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ હતી અને પાર્ટી કક્ષાએ તમામ નામો સીલબંધ કવરમાં તૈયાર રાખવામાં આવ્યા છે. આજની સભાની શરૂઆતની સાથે જ આ કવર ખુલશે અને નવા મેયરનું નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. ત્યારબાદ નવા ચૂંટાયેલા મેયર સામાન્ય સભાનું અધ્યક્ષપદ સંભાળશે અને ડેપ્યુટી મેયરની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાશે. આ પ્રક્રિયા પૂરી થયા બાદ સ્ટેન્ડિંગ કમિટીના બાર સભ્યોના નામો પણ જાહેર થશે, જેની સાથે જ સત્તાનું આખું માળખું ગોઠવાઈ જશે. સામાજિક સમીકરણોની ચર્ચા કરીએ તો, ઓબીસી ચહેરાને મેયર પદ સોંપ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પાટીદાર ચહેરાને તક આપવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જોકે, આ પાંચ મુખ્ય પદોનું ગણિત અને તેના ચેરમેન કે વાઈસ ચેરમેનની પસંદગી માટે હજુ પણ પડદા પાછળ નામોની ચર્ચા અને રાજકારણ ગરમાયેલું રહ્યું છે. ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે ચૂંટણીના પરિણામો આવ્યાના વીસ દિવસ પછી પણ મેયર અને ડેપ્યુટી મેયરની નિમણૂક પ્રક્રિયા મોડી પડી હોય. વિપક્ષ મજબૂત બનશે આગામી સમયમાં કોર્પોરેશનમાં વિપક્ષનો અવાજ પણ વધુ મજબૂત રીતે ગુંજતો જોવા મળશે. ગત ટર્મમાં વિપક્ષ નબળો હતો, પરંતુ આ વખતે કાગ્રેસ પાંચ બેઠકો મેળવીને મજબૂતીથી સદનમાં આવી છે અને સાથે એક અપક્ષ ઉમેદવાર પણ જોડાયા હોવાથી વિપક્ષ પાસે પૂરતી તાકાત રહેશે. આ સ્થિતિમાં કોંગ્રેસ દ્વારા વિપક્ષ નેતા પદની માંગણી કરવામાં આવશે અને શાસક પક્ષને વહીવટી પાંખ તેમજ વિપક્ષ બંનેના સવાલોનો સામનો કરવો પડી શકે છે.
    Click here to Read More
    Previous Article
    હોર્મુઝમાં ભારતીય જહાજ પર હુમલો, દ્વારકાના યુવકનું મોત:14 ભારતીય સવાર હતા, 13ને બચાવી લેવાયા; વિદેશ મંત્રાલયે કહ્યું- હુમલા તાત્કાલિક બંધ કરો
    Next Article
    ધોરણ 1 અને 2ના બાળકોએ દીપ-સ્વસ્તિકની રચના બનાવી:સરસ્વતી શિશુમંદિરમાં દિવાળી પહેલાં પ્રવૃત્તિ યોજાઈ, ભારતીય સંસ્કૃતિના પ્રતીકોનું મહત્વ સમજાવાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment