Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોર્મુઝમાં ભારતીય જહાજ પર હુમલો, દ્વારકાના યુવકનું મોત:14 ભારતીય સવાર હતા, 13ને બચાવી લેવાયા; વિદેશ મંત્રાલયે કહ્યું- હુમલા તાત્કાલિક બંધ કરો

    7 hours ago

    હોર્મુઝ સ્ટ્રેટમાં 2 નવેમ્બરે એક ભારતીય જહાજ પર હુમલો થયો હતો. તેમાં ગુજરાતના એક યુવકનું મોત થયું હતું. જહાજમાં સવાર અન્ય 13 ભારતીયોને ઓમાનના કોસ્ટ ગાર્ડે સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. મૃતકની ઓળખ ગાંધાર નાહીમ અઝીઝ તરીકે થઈ છે. મૃતક દેવભૂમિ દ્વારકા જિલ્લાનો વતની જહાજના રજિસ્ટર્ડ માલિક પાસેથી મળતી માહિતી મુજબ, જહાજ 31 ઓક્ટોબર 2026ના રોજ સંયુક્ત આરબ અમીરાતના હમરિયા બંદરેથી ગુજરાતના પોરબંદર તરફ રવાના થયું હતું. ઓમાનના લીમા બંદર નજીક આ જહાજ પર મિસાઈલથી હુમલો થયો. જહાજનું નામ MSV AL JUSUFI (BDI-1442) છે. મૃતક દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં રહેતો ભારતીય ખલાસી હતો. હુમલા બાદ જહાજમાં આગ લાગી. ખલાસીઓએ જહાજ છોડીને રેસ્ક્યૂ બોટમાં આશરો લીધો. ઓમાન કોસ્ટ ગાર્ડે તેમને બચાવીને ઓમાનના સુરક્ષિત દરિયાકાંઠાના સ્થળે પહોંચાડ્યા. ખલાસી નાહીમ અઝીઝને અકસ્માત સ્થળેથી ખસાબ બંદરની હોસ્પિટલ લઈ જવાતો હતો ત્યારે તેનું મોત થયું. બાકીના 13 ખલાસીઓ સુરક્ષિત છે. જહાજનું નામ MSV અલ જુસુફી છે. હુમલો કેવી રીતે થયો અને કોણે કર્યો તેની માહિતી હજુ સામે આવી નથી. હુમલા બાદ ભારતીય વિદેશ મંત્રાલયે વેપારી જહાજોને નિશાન બનાવવામાં આવતાં હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મંત્રાલયે કહ્યું કે વેપારી જહાજોને નિશાન બનાવવાનું બંધ થવું જોઈએ. આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર જહાજોની અવરજવર અને વેપાર કોઈપણ અવરોધ વિના ચાલુ રહેવા જોઈએ. અગાઉ પણ ભારતીય નાવિકો ધરાવતા જહાજ પર હુમલો થયો હતો હોર્મુઝ સ્ટ્રેટમાં આ પહેલાં 29 ઑક્ટોબરે ભારતીય નાવિકોવાળા જહાજને નિશાન બનાવવામાં આવ્યું હતું. 27 ભારતીય ક્રૂ સભ્યો ધરાવતા તેલ ટેન્કર MT લૂઇસ 1 પર હુમલો થયો હતો. પનામાનો ધ્વજ ધરાવતા આ જહાજની નજીક એક નાની બોટ આવી હતી. તેમાં સવાર લોકોએ જહાજના બાહ્ય ભાગ પર બે વિસ્ફોટકો ચોંટાડ્યા હતા અને ત્યાંથી ચાલ્યા ગયા હતા. થોડીવાર બાદ બંને વિસ્ફોટકોમાં ધડાકો થયો. તેના કારણે જહાજના એન્જિન રૂમમાં આગ લાગી અને એન્જિન થોડા સમય માટે બંધ થઈ ગયું. જોકે, ક્રૂએ આગ પર કાબૂ મેળવી લીધો હતો. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે જહાજમાં સવાર તમામ 27 ભારતીયો સુરક્ષિત હતા. કોઈને ઈજા થઈ નહોતી. આ હુમલા પાછળ કોનો હાથ હતો, તેની માહિતી સામે આવી નહોતી. હોર્મુઝમાં અત્યાર સુધીમાં 122 જહાજો પર હુમલો ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન (IMO) મુજબ, 28 ફેબ્રુઆરીએ અમેરિકા-ઈરાન સંઘર્ષ શરૂ થયા બાદથી 30 ઑક્ટોબર સુધી પર્શિયન ગલ્ફ, હોર્મુઝ અને ઓમાનની ખાડીમાં 122 જહાજો પર હુમલા થયા છે. હોર્મુઝ વિશ્વનો એક મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. અહીંથી વિશ્વના મોટા ભાગનો તેલનો જથ્થો અન્ય દેશો સુધી પહોંચે છે. સતત થઈ રહેલા હુમલાઓથી તેલના પુરવઠા અને વિશ્વભરના વેપાર પર અસર પડી શકે છે. ઑક્ટોબર 2026માં હોર્મુઝમાં ભારતીય ક્રૂ ધરાવતા 5 જહાજો પર હુમલા થયા છે. વિદેશ મંત્રીએ G20ની બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે વેપારી જહાજો પર હુમલાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ G20 દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે દરિયાઈ જહાજો પરના હુમલાની અસર ગરીબ અને વિકાસશીલ દેશો પર વધુ પડી રહી છે. તેનાથી પેટ્રોલ-ડીઝલ, ખાદ્યપદાર્થો અને ખાતરની સપ્લાય પર અસર પડી શકે છે. તેમની કિંમતો પણ વધી શકે છે.
    Click here to Read More
    Previous Article
    Diya Mirza Diwali Campaign Controversy: Bombay High Court ने लगाई फटकार, क्या है पूरा विवाद? | BMC
    Next Article
    ગાંધીનગરના મેયર તરીકે રૂપસિંહ ઠાકોરની વરણી:અંજના મહેતા ડેપ્યુટી મેયર અને મહેન્દ્ર પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment