Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં દિલધડક લૂંટ-હત્યાનો પ્રયાસ:ખોરજની સોસાયટીમાં વૃદ્ધાની એકાંતનો લાભ લઈ બે લૂંટારૂ ત્રાટક્યા, 1 લાખની ખંડણી નહીં સંતોષાતા ચપ્પાથી ઘા ઝીંક્યા

    1 day ago

    ગાંધીનગરના ખોરજ ગામની સીમમાં શનિવારે રાત્રે એક હચમચાવી નાખતી ગંભીર ઘટના સામે આવી છે. સારંગ લેકવ્યુ ફ્લેટ ખાતે રહેતા 64 વર્ષીય વૃદ્ધા મીતાબેન ઉમેશભાઈ પટેલ ઘરમાં એકલા હોવાનો લાભ લઈને બે બુકાનીધારી લુટારુઓ ઘરમાં ઘુસી ગયા હતા. બાદમાં વૃદ્ધાને બાનમાં લીધા છતાં એક લાખની ખંડણી નહીં સંતોષાતા લૂંટારૂઓ ચપ્પાના આડેધડ ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરી નાસી છૂટ્યા હતા. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બે શખસે ઘરમાં ઘૂસી 1 લાખની માંગ કરી ખોરજ સારંગ લેકવ્યુ ફ્લેટ ડી 802માં મીતાબેન પટેલ તેમના પુત્ર અનુજભાઈ અને પુત્રવધૂ હિરલબેન સાથે ફ્લેટમાં રહે છે. ગઈકાલે સાંજે સાડા સાત વાગ્યે તેમના પુત્ર અનુજભાઈ તેમની બહેન નેહાને અમદાવાદ સેટેલાઇટ ખાતેના ઘરે મૂકવા માટે ગયા હતા. આ સમયે ઘરમાં મીતાબેન બિલકુલ એકલા હતા. રાત્રિના અંદાજે નવેક વાગ્યાના અરસામાં મીતાબેન જમી પરવારીને પોતાના ઘરની અંદર બેઠા હતા અને મુખ્ય દરવાજો ખુલ્લો હતો. જેનો લાભ ગેરલાભ ઉઠાવીને આશરે 25 થી 30 વર્ષની વયના બે અજાણ્યા ઇસમો ઘરમાં ધસી આવ્યા હતા. બંને લૂંટારૂઓ એ પોતાની ઓળખ છુપાવવા માટે મોઢા પર રૂમાલ બાંધેલા હતા.જેમાં એકે સફેદ રૂમાલ અને બીજાએ કલરવાળો રૂમાલ બાંધ્યો હતો. મધ્યમ બાંધાના અને ટી-શર્ટ તથા પેન્ટ પહેરેલા આ શખ્સોએ ઘરમાં પ્રવેશીને મીતાબેનને ડરાવી ધમકાવીને ગુજરાતી ભાષામાં 1 લાખ રૂપિયાની માંગણી કરી હતી. વૃદ્ધાને ચપ્પુના ઘા મારી ઈજાગ્રસ્ત કર્યાં જો કે મીતાબેને તેમની પાસે રોકડ રકમ નથી પણ બદલામાં પોતાના હાથમાં પહેરેલી સોના-ચાંદીની બંગડીઓ લઈ જવાનું કહ્યું હતું. એટલે આરોપીઓએ હિન્દી ભાષામાં અંદર-અંદર ચર્ચાને વૃદ્ધાની ઓફર ફગાવી દીધો હતી. બાદમાં મીતાબેને પાણી પીવાના બહાને બેડરૂમમાં જવાનો પ્રયાસ કર્યો ત્યારે બંને તેમની પાછળ રૂમમાં ધસી આવ્યા હતા. બાદમાં પૈસા ન મળતા ગુસ્સે ભરાયેલા શખ્સોએ મીતાબેનને પકડીને નીચે પછાડી દીધા હતા. ત્યારબાદ ચપ્પા વડે જાનથી મારી નાખવાના ઇરાદે વારાફરતી હુમલો કર્યો હતો. આરોપીઓએ મીતાબેનના બંને હાથના કાંડાના ભાગે, ગળાના ભાગે, બંને પગની ઘૂંટીના ભાગે તથા પેટના ભાગે ચપ્પાના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. વૃદ્ધાની તબિયત સ્થિર, CCTVથી તપાસ આ હુમલાને કારણે પુષ્કળ લોહી વહી જવાથી મીતાબેનને ચક્કર આવવા લાગ્યા હતા. આ તકનો લાભ લઈને બંને હુમખોરો શંકાસ્પદ રીતે કશું જ લીધા વિના સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. આ ઘટના બાદ થોડા સમય પછી મીતાબેને તેમના પુત્રને ફોન કરીને સમગ્ર આપવીતી જણાવી હતી. જેથી અનુજભાઈ તેમના મિત્ર પાર્થ પાઠક સાથે તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં મીતાબેનને અમદાવાદની કે.ડી. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. આ અંગે PI એસ.જી.દેસાઈએ કહ્યું કે, હાલમાં વૃદ્ધાની સ્થિતિ સ્થિર છે. અમે CCTVથી તપાસ કરી છે. જો કે લૂંટારૂઓ લૂંટના ઈરાદે જ ઘરમાં ઘૂસ્યા તોય કશું લીધા વિના નાસી છૂટ્યા છે. જે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    નેત્રમ અંતર્ગત સપ્ટેમ્બરમાં ટ્રાફિક નિયમોના ભંગબદલ 4,292 ઈ-ચલણ જનરેટ:PTZ કેમેરાની નજરે જાહેરમાં બિયર પીતા શખસો ઝડપાયા, 4 ટીન જપ્ત કરી પોલીસે ગુનો નોંધ્યો
    Next Article
    All India Bar Examination 2026: Check Last Date To Apply, Eligibility, Documents Required

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment