Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વારંવાર આવી તકલીફથી હેરાનગતી‎:મંગળવારે અચાનક ટેક્નિકલ ખામીને લીધે આરટીઓ ટ્રેક બંધ , 110 અરજદારોને ધક્કો

    1 day ago

    જૂનાગઢ સહિત રાજ્યભરની તમામ આરટીઓ કચેરી ખાતે મંગળવારે સોફ્ટવેરમાં ટેકનિકલ ખામીને કારણે અચાનક ટુ-વ્હીલર, ફોર-વ્હીલર ટેસ્ટ ટ્રેક બંધ રાખવાની નોબત આવી હતી. જૂનાગઢ આરટીઓ કચેરી ખાતે દૈનિક ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર લાઇસન્સ માટે 110થી વધુ અરજદારો જિલ્લાભરમાંથી આવતા હોય છે. જેને કારણે સવારથી સાંજ સુધી ભારે ભીડ રહે છે. પરંતુ મંગળવારે અચાનક ટેસ્ટીંગ ટ્રેક પરના સોફ્ટવેરમાં ટેકનીકલ ખામીને કારણે ટ્રેક બંધ રાખવાની નોબત આવી હતી. જેથી ગ્રામ્ય તેમજ તાલુકા મથકેથી પોતાના કામધંધા છોડીને સમયસર પહોંચેલા અરજદારોને ધક્કો થયો હતો. સરકારી સિસ્ટમમાં અવારનવાર સર્જાતી આવી ટેકનિકલ ખામીઓના કારણે સામાન્ય જનતાનો કિંમતી સમય અને નાણાં બંનેનો વ્યય થાય છે. અચાનક જ ટ્રેક બંધ રહેતા અરજદારોમાં રોષ છવાયો હતો અને ફરી કચેરીએ ધક્કો થશે એવુ જણાવી રહ્યા હતા. સવારે જ ગાંધીનગરથી અમને જાણ થઇ સામાન્ય રીતે સોફ્ટવેર અપડેટ તેમજ ખામીને લઇને અગાઉના દિવસોથી જ સુચનાઓ આપી દેતા હોઇએ છીએ. પરંતુ મંગળવારે ગાંધીનગરથી સવારે 9 વાગ્યા પછી જ જાણ થઇ હતી કે ટેક્નીકલ ખામીથી સોફ્ટવેર બંધ રહેશે. જેને કારણે અગાઉથી અમે અરજદારોને જાણ કરી શક્યા ન હતા. > એફ.યુ. જાખરા, આરટીઓ અધિકારી
    Click here to Read More
    Previous Article
    કલેકટર, ડીડીઓ કચેરીના પાર્કિંગમાં દારૂની પાર્ટી ! પેટ્રોલીંગ વધારાશે‎:જિલ્લાપંચાયત, કલેકટર, એસપી કચેરીએ ચાના કપ પર પ્રતિબંધ : સ્ટીલ-કાચનો ઉપયોગ કરવા સુચના
    Next Article
    જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સહિત 13 સરકારી કચેરીઓમાં ગંદકી જોવા મળી‎:13 સરકારી કચેરીઓમાં ગંદકી છતા નોટિસ, નાના વેપારીઓને દંડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment