Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે ગાંધીનગરને મળશે નવા મેયર:થોડીવારમાં સસ્પેન્સનો અંત, સામાન્ય સભા સમયસર શરૂ ન થતાં વિપક્ષે હોબાળો કર્યો

    2 days ago

    ગાંધીનગર મહાનગરપાલિકાની ચોથી સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થયાના 20 દિવસ વીતી ગયા બાદ આજે મેયર સહિતના હોદ્દેદારોના નામ જાહેર થશે. પ્રથમ સામાન્ય સભામાં નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મહત્વના હોદ્દેદારોના નામ પરથી સસ્પેન્સનો અંત આવશે. આ વખતે મેયરની ખુરશી ઓબીસી વર્ગ માટે અનામત રાખવામાં આવી હોવાથી, ભાજપના ચૂંટાયેલા સાત ઓબીસી કોર્પોરેટરોમાંથી કોણ બાજી મારશે અને પાર્ટી દ્વારા કોના નામ પર મોહર લગાવવામાં આવશે તેના પર સૌની નજર ટકેલી છે. જ્યારે કોંગ્રેસે પણ વિપક્ષ પદ માટે માંગ કરવામાં આવી છે ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મહત્વના હોદ્દેદારોના નામ જાહેર થવાના હતા, પરંતુ સભા નિર્ધારિત સમયે શરૂ ન થતાં માહોલ ગરમાયો હતો. બાર વાગ્યાનો સમય હોવા છતાં સભા સમયસર શરૂ કરવામાં ન આવતા વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો અને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ સીધા સવાલો સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. કોંગ્રેસના પદનામિત નેતા વિપક્ષ કરમજિતસિંહ વાઘેલાએ આક્રમક અંદાજમાં પ્રશ્ન કર્યો હતો કે જો બાર વાગ્યાનો સમય હતો તો હજુ સુધી સભા કેમ ચાલુ કરવામાં આવી નથી? મ્યુનિસિપલ કમિશનર અને વહીવટી તંત્ર પર પક્ષપાતના આક્ષેપો વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે મ્યુનિસિપલ કમિશનર અને વહીવટી તંત્ર પક્ષપાતપૂર્ણ વલણ અપનાવી રહ્યું છે અને અધિકારીઓ ભાજપના પક્ષમાં કામ કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ કોઈ ભાજપની ઓફિસ નથી કે સત્તાધારી પક્ષના ઈશારે કામ ચાલે, તેમ જણાવીને વિપક્ષે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. કરમજિતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ભાજપનો મેન્ડેટ મોડો આવે કે ન આવે એ તેમનો આંતરિક વિષય છે, પરંતુ તેના કારણે સરકારી કચેરી અને સભાની કાર્યવાહી ખોરવાવી યોગ્ય નથી અને વહીવટી પાંખે સત્તાધારી પક્ષના દબાણમાં આવીને ભેદભાવ કરવાનું બંધ કરવું જોઈએ. શહેરમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ હતી અને પાર્ટી કક્ષાએ તમામ નામો સીલબંધ કવરમાં તૈયાર રાખવામાં આવ્યા છે. આજની સભાની શરૂઆતની સાથે જ આ કવર ખુલશે અને નવા મેયરનું નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. ત્યારબાદ નવા ચૂંટાયેલા મેયર સામાન્ય સભાનું અધ્યક્ષપદ સંભાળશે અને ડેપ્યુટી મેયરની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાશે. આ પ્રક્રિયા પૂરી થયા બાદ સ્ટેન્ડિંગ કમિટીના બાર સભ્યોના નામો પણ જાહેર થશે, જેની સાથે જ સત્તાનું આખું માળખું ગોઠવાઈ જશે. સામાજિક સમીકરણોની ચર્ચા કરીએ તો, ઓબીસી ચહેરાને મેયર પદ સોંપ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પાટીદાર ચહેરાને તક આપવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જોકે, આ પાંચ મુખ્ય પદોનું ગણિત અને તેના ચેરમેન કે વાઈસ ચેરમેનની પસંદગી માટે હજુ પણ પડદા પાછળ નામોની ચર્ચા અને રાજકારણ ગરમાયેલું રહ્યું છે. ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે ચૂંટણીના પરિણામો આવ્યાના વીસ દિવસ પછી પણ મેયર અને ડેપ્યુટી મેયરની નિમણૂક પ્રક્રિયા મોડી પડી હોય. વિપક્ષ મજબૂત બનશે આગામી સમયમાં કોર્પોરેશનમાં વિપક્ષનો અવાજ પણ વધુ મજબૂત રીતે ગુંજતો જોવા મળશે. ગત ટર્મમાં વિપક્ષ નબળો હતો, પરંતુ આ વખતે કાગ્રેસ પાંચ બેઠકો મેળવીને મજબૂતીથી સદનમાં આવી છે અને સાથે એક અપક્ષ ઉમેદવાર પણ જોડાયા હોવાથી વિપક્ષ પાસે પૂરતી તાકાત રહેશે. આ સ્થિતિમાં કોંગ્રેસ દ્વારા વિપક્ષ નેતા પદની માંગણી કરવામાં આવશે અને શાસક પક્ષને વહીવટી પાંખ તેમજ વિપક્ષ બંનેના સવાલોનો સામનો કરવો પડી શકે છે.
    Click here to Read More
    Previous Article
    દ. ગુજરાતના 4 જિલ્લામાં વરસાદની આગાહી:અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેશે
    Next Article
    ભાવનગર મનપાની દબાણ હટાવ ઝુંબેશ:ગંગાજળિયા તળાવ, MG રોડ અને પીરછલ્લા માર્કેટમાં દબાણ હટાવી 2 ગાડી જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment