Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર મનપાની દબાણ હટાવ ઝુંબેશ:ગંગાજળિયા તળાવ, MG રોડ અને પીરછલ્લા માર્કેટમાં દબાણ હટાવી 2 ગાડી જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો

    2 days ago

    દિવાળી તહેવારમાં શહેરીજનોને ખરીદી કરવામાં સુગમતા રહે અને વાહનવ્યવહાર પૂર્વવત જળવાઈ રહે તે હેતુથી ભાવનગર મનપાના દબાણ હટાવ વિભાગ દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની ખાસ ઝુંબેશ હાથ ધરાઈ હતી. મનપાની ટીમે ટ્રાફિક અને ગંગાજળિયા પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી ગંગાજળિયા તળાવ, એમ.જી. રોડ, પીરછલ્લા માર્કેટ સહિતના વિસ્તારોમાં સંયુક્ત ડ્રાઈવ યોજી હતી. આ કામગીરી દરમિયાન રસ્તા પર અડચણરૂપ 2 ગાડી જેટલો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ભરચક વિસ્તારોમાં સતત મળતી ફરિયાદોના આધારે કાર્યવાહી તહેવારો ટાણે શહેરના હાર્દ સમાન ગંગાજળિયા તળાવ, મુખ્ય માર્કેટ, એમ.જી. રોડ, પીરછલ્લા માર્કેટ અને આંબાચોક જેવા અત્યંત ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો અને રસ્તા પર અડચણરૂપ લારી-ગલ્લાઓ અંગે તંત્રને સતત ફરિયાદો મળી રહી હતી. આ ફરિયાદોને પગલે મનપા અને પોલીસ તંત્ર દ્વારા ઓચિંતી કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી. રસ્તા ખુલ્લા થતાં શહેરીજનોને ટ્રાફિકમાંથી રાહત મળશે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ હટાવ ઇન્સ્પેક્ટર સુરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું કે ટ્રાફિકથી ભરચક વિસ્તારોમાં પબ્લિકને અડચણરૂપ થતાં દબાણો હટાવવા પોલીસ સ્ટાફ સાથે રાખી સંયુક્ત ડ્રાઈવ યોજાઈ હતી. જેમાં 2 ગાડી જેટલો સામાન જપ્ત કરાયો છે. દિવાળીના તહેવારોમાં બજારોમાં લોકોની ભારે ભીડ રહેતી હોય છે, ત્યારે આ કામગીરીથી મુખ્ય માર્કેટ વિસ્તારોના રસ્તાઓ ખુલ્લા થતાં નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે.
    Click here to Read More
    Previous Article
    આજે ગાંધીનગરને મળશે નવા મેયર:થોડીવારમાં સસ્પેન્સનો અંત, સામાન્ય સભા સમયસર શરૂ ન થતાં વિપક્ષે હોબાળો કર્યો
    Next Article
    દિવાળી ટાણે મીઠાઈની દુકાનો પર દરોડા:માવો, ડ્રાયફ્રૂટ્સ અને ચાંદીના વરખની ગુણવત્તાનું સઘન ચેકિંગ, મીઠાઈમાં ભેળસેળ રોકવા SMCની 9 ટીમ મેદાને

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment