Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી ટાણે મીઠાઈની દુકાનો પર દરોડા:માવો, ડ્રાયફ્રૂટ્સ અને ચાંદીના વરખની ગુણવત્તાનું સઘન ચેકિંગ, મીઠાઈમાં ભેળસેળ રોકવા SMCની 9 ટીમ મેદાને

    2 days ago

    આગામી દિવાળીના તહેવાર નિમિત્તે શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે સુરત મનપાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરાઈ છે. આ તપાસ દરમિયાન મીઠાઈ બનાવવા માટે વપરાતા દૂધના માવાની ગુણવત્તા, કાજુ-બદામ સહિતના ડ્રાયફ્રૂટ્સ તેમજ મીઠાઈ પર લગાવવામાં આવતા ચાંદીના વરખની ક્વોલિટી મુખ્યત્વે તપાસવામાં આવી રહી છે. ઘણી વખત નફાખોરી માટે નકલી કે અખાદ્ય માવો અને હલકી કક્ષાનો વરખ વાપરવામાં આવતો હોવાથી તંત્ર દ્વારા આ ઘટકોની પ્રાથમિકતાના ધોરણે ચકાસણી હાથ ધરાઈ છે. પાલિકાની 9 ટીમો ફિલ્ડમાં ઉતરી, સેમ્પલ સુરત લેબમાં મોકલાયા કમિશનર તથા આરોગ્ય અને ડેઝિગ્નેટેડ અધિકારીના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં મીઠાઈ બનાવતી અને વેચાણ કરતી સંસ્થાઓનું ચેકિંગ તેજ કરી દેવાયું છે. આ કામગીરી માટે 9 જેટલી વિશેષ ટીમો તહેનાત કરવામાં આવી છે, જે જુદા જુદા વિસ્તારોમાંથી શંકાસ્પદ સેમ્પલ એકત્ર કરી રહી છે. આ તમામ નમૂનાઓને પૃથક્કરણ અને ચકાસણી અર્થે સુરત ખાતેની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે, જેથી ઝડપથી સત્તાવાર લેબ રિપોર્ટ મેળવી શકાય. ક્ષતિ જણાશે તો એજ્યુડિકેટિંગ એક્ટ હેઠળ કડક એક્શન: કામાક્ષી સેલર આ અભિયાન અંગે માહિતી આપતાં સુરત મનપાના ફૂડ સેફ્ટી ઓફિસર કામાક્ષી સેલરે જણાવ્યું કે, સામાન્ય રીતે નિયમ મુજબ રિપોર્ટ આવવામાં 14 દિવસનો સમય લાગતો હોય છે, પરંતુ તહેવારોની સ્થિતિને ધ્યાને રાખીને લેબોરેટરીને ઝડપથી કામગીરી પૂર્ણ કરવા સૂચના અપાઈ છે, જેથી વહેલામાં વહેલો રિપોર્ટ આવી જશે. જો નમૂનામાં કોઈ પણ પ્રકારની ક્ષતિ કે ભેળસેળ જણાશે તો જવાબદારો વિરુદ્ધ એજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ FSSAI ના કાયદાકીય એક્ટ પ્રમાણે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર મનપાની દબાણ હટાવ ઝુંબેશ:ગંગાજળિયા તળાવ, MG રોડ અને પીરછલ્લા માર્કેટમાં દબાણ હટાવી 2 ગાડી જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો
    Next Article
    Adani Group A Major Driver Of India's Progress: Economist Jeffrey Sachs

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment