Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવેમ્બર માસ દરમિયાન હયાતીનો દાખલો જમા કરાવવો અનિવાર્ય:પોરબંદર ડિવિઝનના પેન્શનરો માટે પોસ્ટ ઑફિસમાં ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ માટે મેગા કેમ્પનો પ્રારંભ

    1 day ago

    પેન્શન સતત અને કોઈ પણ અડચણ વિના મળતું રહે તે માટે કેન્દ્રીય કર્મચારી પેન્શનરોએ દર વર્ષે નવેમ્બર મહિનામાં લાઈફ સર્ટિફિકેટ (હયાતીનો દાખલો) સબમિટ કરવું ફરજિયાત હોય છે. આ પ્રક્રિયાને પેન્શનરો માટે તદ્દન સરળ અને ઝંઝટમુક્ત બનાવવાના હેતુથી, ટપાલ વિભાગ, પોરબંદર ડિવિઝન દ્વારા એક વિશેષ ઝુંબેશની જાહેરાત કરવામાં આવી છે. 1 નવેમ્બરથી પોરબંદરની તમામ પોસ્ટ ઑફિસ ખાતે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ (DLC) માટે મેગા કેમ્પનું આયોજન કરી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વિશેષ અભિયાન હેઠળ ટપાલ અને રેલવે મેલ સર્વિસ ઉપરાંત ઇપીએફઓ પેન્શનરો, ડિફેન્સ (લશ્કરી) પેન્શનરો, ટેલિકોમ વિભાગના પેન્શનરો પણ પોતાનું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરી શકશે: કેમ્પમાં જતા પહેલા પેન્શનરોએ પ્રમાણપત્ર સબમિટ કરતી વખતે (જે પેન્શન આપતી એજન્સી સાથે લિંક હોય) ચાલુ મોબાઈલ નંબર પી.પી.ઓ. નંબર, પેન્શન મંજૂર કરનાર ઓથોરિટી અથવા બેંક ખાતાની વિગતો સાથે રાખવી. અતિ વરિષ્ઠ નાગરિકો માટે ઘરબેઠા "ડિજિટલ" સુવિધા જે વરિષ્ઠ નાગરિકો કે સ્વાસ્થ્ય સમસ્યાના કારણે ઘરની બહાર જવા અસમર્થ છે, તેઓએ છેલ્લી ઘડીની ભીડથી બચવા માટે ટપાલીની ઘરબેઠા સેવાનો લાભ લેવા વિભાગ દ્વારા વિશેષ અપીલ કરવામાં આવી છે. આવા પેન્શનરો પોતાના મોબાઈલમાં "Post Info" એપ ડાઉનલોડ કરીને ઘરબેઠા ડી.એલ.સી. સેવાનું સરળતાથી બુકિંગ કરી શકે છે અથવા પોતાની નજીકની પોસ્ટ ઑફિસનો રૂબરૂ સંપર્ક કરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    રાણાવાવ, ખંભાળા અને હનુમાનગઢ ગામેથી આવક:શિયાળાના પ્રારંભે પોરબંદરના યાર્ડમાં 17 બોક્સ કેસર કેરીની આવક નોંધાઈ
    Next Article
    ભાસ્કર વિશેષ:સ્વદેશી મેળામાં મિશ્ર રાસ, લોકડાયરો, સંગીત કાર્યક્રમ ‎તથા બાળાઓ દ્વારા રાસ - પંજાબી ભાંગડા પ્રસ્તુત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment