Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ:સ્વદેશી મેળામાં મિશ્ર રાસ, લોકડાયરો, સંગીત કાર્યક્રમ ‎તથા બાળાઓ દ્વારા રાસ - પંજાબી ભાંગડા પ્રસ્તુત કર્યા

    1 day ago

    ​પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળો-2026 અંતર્ગત ખરીદીની સાથે-સાથે ગુજરાતી સંસ્કૃતિ અને કલાની અનોખી રંગત માણવા મળી રહી છે, જેના ભાગરૂપે 1 નવેમ્બરની સાંજે સાંસ્કૃતિક સંધ્યાનું આયોજન સંપન્ન થયું હતું. આ કાર્યક્રમમાં પરંપરાગત ગુજરાતી લોકસંગીત, રાસ અને શાસ્ત્રીય સૂર-તાલનો અદભુત ત્રિવેણી સંગમ સર્જાયો હતો. સરગમ પરફોર્મિંગ આર્ટ દ્વારા મનોરમ્ય મિશ્ર રાસ રજૂ કરાયો હતો, જ્યારે જાણીતા લોકગાયક રાજુભાઈ બારોટે પોતાના આગવા અંદાજમાં લોકડાયરો પીરસી સમગ્ર વાતાવરણને ભક્તિ અને ઉત્સાહથી ભરી દીધું હતું. હીરાભાઈ મકવાણા ગ્રુપના સંગીત કાર્યક્રમમાં સંગીત નિયોજક કપિલભાઈ જોષી અને રવિભાઈ એરડાની સંગીતમય પ્રસ્તુતિએ ઉપસ્થિત શ્રોતાઓને ડોલાવ્યા હતા. આ ઉપરાંત ખાપટ સહિયર ગ્રુપની બાળાઓ દ્વારા રજૂ કરાયેલા પરંપરાગત રાસ અને ઉત્સાહસભર પંજાબી ભાંગડાએ મેળા પરિસરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. બાળાઓની આ સુંદર પ્રસ્તુતિને બિરદાવી પ્રવીણભાઈ ખોરાવા તરફથી વિશેષ પ્રોત્સાહક ભેટ અર્પણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મિશ્ર રાસ તેમજ દીકરીઓ દ્વારા રજૂ થયેલા પરંપરાગત ગુજરાતી રાસ અને પંજાબી ભાંગડા રજૂ થયા હતા.
    Click here to Read More
    Previous Article
    નવેમ્બર માસ દરમિયાન હયાતીનો દાખલો જમા કરાવવો અનિવાર્ય:પોરબંદર ડિવિઝનના પેન્શનરો માટે પોસ્ટ ઑફિસમાં ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ માટે મેગા કેમ્પનો પ્રારંભ
    Next Article
    રાતિયા ગામે પીએમ કિસાન ઉત્સવમાં ખેડૂતને અપાયો પેમેન્ટ ઓર્ડર:બખરલાના પ્રગતિશીલ ખેડૂતને દેશી ગાયની ખરીદી માટે રૂ. 28 હજારની સહાય મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment