Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી ટાણે ચૌટા બજારમાં પાલિકાનો સપાટો:સુરત મહાનગરપાલિકાએ બજારમાંથી ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી

    23 hours ago

    દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સુરત શહેરના સૌથી વ્યસ્ત અને લોકપ્રિય ખરીદીના કેન્દ્ર સમાન ચૌટા બજારમાં તહેવારોની ભારે ભીડ જામી રહી છે. બજારમાં ખરીદી માટે આવતા નાગરિકો માટે પગ મૂકવાની કે હાલવાની પણ જગ્યા ન રહે તેવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. દુકાનોની આગળ-પાછળ વધેલા દબાણો અને લારી-ગલ્લા ધારકોના કારણે ભારે ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની ગઈ હતી. આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન દ્વારા આજે ચૌટા બજારમાં સઘન દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના કારણે ગેરકાયદે દબાણકર્તાઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ગેરકાયદે લોખંડના પગથિયાં પાલિકાની ટીમે જેસીબીથી તોડીને હટાવ્યા મહાનગરપાલિકાના દબાણ ખાતાની ટીમે પોલીસ રસાલા સાથે બજારમાં ધમાકેદાર એન્ટ્રી કરી અને રસ્તા પર નડતરરૂપ તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. કાર્યવાહી દરમિયાન અનેક દુકાનદારો દ્વારા દુકાનની બહાર ગેરકાયદે લોખંડના કાયમી કે અસ્થાયી પગથિયાં બનાવી દેવામાં આવ્યા હતા, જેને પાલિકાની ટીમે જેસીબી અને હથિયારોની મદદથી તોડીને હટાવી દીધા હતા. આ ઉપરાંત, બજારમાં ખરીદી કરવા આવતા ગ્રાહકોને કાળઝાળ તડકો ન લાગે અને છાંયો રહે તે માટે વેપારીઓ દ્વારા દુકાનોની ઉપર અને બજારની વચ્ચે લાંબી તાડપત્રીઓ તેમજ પ્લાસ્ટિકના શેડ બાંધવામાં આવ્યા હતા. પાલિકાની ટીમે આ તમામ તાડપત્રીઓ અને મંડપને કાપીને જપ્ત કરી લીધા હતા અને પોતાની ગાડીઓમાં ભરીને લઈ ગયા હતા. પાલિકાની કાર્યવાહીથી વેપારીઓ રોષે ભરાયા હતા માત્ર તાડપત્રી અને પગથિયાં જ નહીં, પરંતુ ગ્રાહકોને આકર્ષવા માટે દુકાનદારો દ્વારા દુકાનોની બહાર મૂકવામાં આવતા ડમી સ્ટેચ્યુ પણ પાલિકાએ જપ્ત કર્યા હતા. આ સ્ટેચ્યુઝ પર વેપારીઓએ નવા અને આકર્ષક કપડાં પહેરાવીને ડિસ્પ્લેમાં મૂક્યા હતા, જે રસ્તાની જગ્યા રોકતા હોવાથી પાલિકાએ તેને પણ ઉપાડી લીધા હતા. પાલિકાની આ અચાનક અને આક્રમક કાર્યવાહીથી કેટલાક વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો, તો બીજી તરફ ખરીદી માટે આવતા સામાન્ય જનતાએ રાહતનો શ્વાસ લીધો હતો કારણ કે દબાણો દૂર થવાથી રસ્તો ખુલ્લો થયો હતો અને અવરજવર સરળ બની હતી. તંત્રની આ કડક કાર્યવાહીથી અન્ય બજારોના દબાણકર્તાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રકના નાણાની લેતીદેતીમાં વૃદ્ધની હત્યા:મોરબીના ટિંબડી ગામે હુમલો કરીને સ્કોર્પિયો ચડાવી; પોલીસે 7 આરોપીની ધરપકડ કરી
    Next Article
    દુબઈની નોકરી છૂટી અને શેરબજારમાં નુકસાન:બેરોજગારીથી કંટાળીને યુવાને જીવન ટૂંકાવ્યું, પુત્રીએ પિતાનો સહારો ગુમાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment