Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુબઈની નોકરી છૂટી અને શેરબજારમાં નુકસાન:બેરોજગારીથી કંટાળીને યુવાને જીવન ટૂંકાવ્યું, પુત્રીએ પિતાનો સહારો ગુમાવ્યો

    23 hours ago

    દુબઈની નોકરી છુટતા પરિવાર પાસે રાજકોટ પરત ફરેલા 40 વર્ષીય પ્રકાશભાઈ વલ્લભભાઈ ગોંડલીયાનાં પરિવારે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે પ્રકાશભાઈ હવે તેમને કાયમ માટે છોડી જશે. કોરોના કાળમાં નોકરી છૂટી ગયા બાદ શેરબજારમાં મોટુ નુકસાન અને સતત બેરોજગારી જેવા માનસિક દબાણે તેમને અંદરથી તોડી નાખ્યા હતા. આ કારણે 31 ઓક્ટોબરના રોજ બપોરે આશરે 3 વાગ્યે તેમણે પોતાના ઘરે ઝેરી પાવડર પી લેતા પરિવારજનોએ તાત્કાલિક તેમને હોસ્પિટલમાં ખસેડયા હતા. પરંતુ 2 દિવસ મોત સામે જંગ લડ્યા બાદ તેમનો શ્વાસ થંભી જતા તેમની માસૂમ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે, જ્યારે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સેલફોસ પાવડર પી લીધો હતો, સારવારમાં મોત ​રાજકોટના મવડી 40 ફૂટ રોડ પર આવેલી મુરલીધર સોસાયટી, પટેલનગરમાં રહેતા પ્રકાશ વલ્લભભાઈ ગોંડલીયા ગત 31 ઓક્ટોબરના રોજ બપોરે આશરે ત્રણ વાગ્યે પોતાના ઘરે હાજર હતા. તે સમયે આર્થિક અને માનસિક તણાવમાં આવીને તેમણે સેલફોસ નામનો ઝેરી પાવડર પી લીધો હતો. બનાવની જાણ થતાં જ પરિવારે તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. ​બનાવ અંગેની જાણ થતાં રાજકોટ તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દુબઈમાં ફરી નોકરી ન મળી, શેરબજારમાં નુકસાન થયું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, મૃતક પ્રકાશ ગોંડલીયા અગાઉ દુબઈ ખાતે આવેલી ઓઈલ રિફાઈનરીમાં નોકરી કરતા હતા. કોરોના કાળ દરમિયાન તેમની નોકરી છૂટી ગઈ હતી, જેથી તેઓ રાજકોટ પરત ફર્યા હતા. છેલ્લા બે વર્ષથી તેઓ કોઈ સ્થિર કામધંધો કરતા ન હતા અને નોકરી મેળવવા માટે દુબઈ આવ-જા કરતા હતા. આ દરમિયાન શેરબજારમાં રોકાણ કરતા મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. જેને લઈને તેઓ અંદરથી ભાંગી પડ્યા હતા અને સાવ ગુમસુમ રહેવા લાગ્યા હતા. પરિવારમાં 3 ભાઈ-બહેન, દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી નોકરીનો અભાવ અને શેરબજારનું નુકસાન થતાં અંતે તેમણે આ છેલ્લું પગલું ભર્યું હતું. પ્રકાશભાઈ બે ભાઈ અને એક બહેનના પરિવારમાં સૌથી નાના હતા. તેમના અકાળે અવસાનથી માસુમ પુત્રીએ પિતાનો સહારો ગુમાવ્યો છે. નાની ઉંમરમાં તેમના નિધનથી પરિવારના સભ્યો તેમજ મિત્રો અને પાડોશીઓમાં પણ શોકની લાગણી છવાઈ છે. હાલ પોલીસે આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    દિવાળી ટાણે ચૌટા બજારમાં પાલિકાનો સપાટો:સુરત મહાનગરપાલિકાએ બજારમાંથી ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી
    Next Article
    અમરેલી ભાજપના નેતા સુરેશ પાનસુરિયા સામે 10 કરોડની ઠગાઈની ફરિયાદ:રોકાણના નામે 8 મિલકતોના બાનાખત કરી રૂ.6.83 કરોડ પડાવ્યા, લુણાવાડાના શિક્ષક પાસેથી 8 દુકાન માટે 3.32 કરોડ પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment