Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં દિવાળી ટાણે સક્રિય થયેલી ચોર ગેંગનો પર્દાફાશ:ઉન ગામમાં મોબાઇલ અને ટેમ્પો ચોરવા આવેલા બે યુવકોને સ્થાનિકોએ ઝડપી પાડી ચખાડ્યો મેથીપાક

    1 day ago

    દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ શહેરમાં અસામાજિક તત્વો અને ચોર ગેંગો સક્રિય થઈ ગઈ છે. તાજેતરમાં સુરતના ઉન ગામ વિસ્તારમાં આવેલ ભીંડી બજાર ખાતે ચોરી કરવાના ઇરાદે આવેલા બે યુવકોને સ્થાનિક લોકોએ રંગે હાથ ઝડપી પાડ્યા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ બંને યુવકો વિસ્તારમાં ટેમ્પો અને મોબાઈલ ફોનની ચોરી કરવાના હેતુથી આવ્યા હતા. જોકે, સતર્ક સ્થાનિકોની નજરે આ શંકાસ્પદ શખસો ચડી જતા લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરીને બંનેને દબોચી લીધા હતા. જાગૃત નાગરિકોએ કાયદો હાથમાં લેવાને બદલે બંને ચોરને મેથીપાક ચખાડીને પોલીસના હવાલે કર્યા હતા. તહેવારની સિઝનમાં મોબાઈલ ચોરીની ઘટનાઓ વધી સ્થાનિકો દ્વારા પૂછપરછ દરમિયાન બંને ઝડપાયેલા યુવકોએ ભૂતકાળમાં પણ ચોરીના અનેક ગુનાઓ કર્યા હોવાની કબૂલાત કરી હતી. વીડિયોમાં આ ઇસમો ઉન પાટિયા, ભીંડી બજાર, ગુલસન નગર અને સિદ્દીક નગર જેવા આસપાસના વિસ્તારોમાં ગાડીઓમાંથી તથા ડ્રાઇવરો પાસેથી મોબાઈલ ફોન ચોર્યા હોવાનું જણાવી રહ્યા છે. આરોપીઓ પાસેથી વીવો અને રિયલમી જેવી કંપનીના કિંમતી મોબાઈલ ફોન ચોર્યાની વિગતો પણ સામે આવી છે. તહેવારોની સિઝનમાં વધી રહેલી ચોરીની આવી ઘટનાઓને કારણે સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં રોષ તેમજ ફફડાટ જોવા મળી રહ્યો છે. લોકોની સતર્કતાના કારણે બે શખસો ઝડપાયા છે અને તેમને લોકોએ પોલીસને સોંપી દીધા હતા અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં હવે પાણીની તંગી નહીં સર્જાય:રાજ્ય સરકાર દ્વારા આજી-1માં સૌની યોજના હેઠળ નર્મદાનાં નીર આપવાનું શરૂ, એક મહિનામાં અજીડેમ ભરી દેવાશે
    Next Article
    ગુજરાતના નિર્ભયા કાંડના દોષિતનું મોત:વડોદરા સેન્ટ્રલ જેલમાં હાર્ટ એટેક આવતા SSG હોસ્પિ.માં દાખલ કર્યો હતો, જ્યાં પીડિતાએ અંતિમ શ્વાસ લીધા ત્યાં જ નરાધમનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment