Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ જાપ્તામાંથી ફિલ્મી સ્ટાઈલમાં ફરાર પોક્સોનો આરોપી ઝડપાયો:વડોદરાની SSG હોસ્પિટલમાં ઈન્જેક્શન માટે હાથકડી ખોલતા મુઠ્ઠીવાળીને ભાગ્યો; ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો

    10 hours ago

    વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવેલો દુષ્કર્મ અને પોક્સો કેસનો આરોપી ગોવિંદ રમેશભાઈ મહોણીયા ઈન્જેક્શન આપવા માટે હાથકડી ખોલતાં જ પોલીસ કર્મચારીને ધક્કો મારીને ફિલ્મી સ્ટાઈલમાં ફરાર થઈ ગયો હતો. રાવપુરા પોલીસ અને ડ્રોનની મદદથી પાંચ કલાકની શોધખોળ બાદ પણ તે હાથ લાગ્યો નહોતો. આખરે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે ગણતરીના કલાકોમાં જ તેને છાણી કેનાલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. ઈન્જેક્શન આપવા હાથકડી ખોલતાં જ આરોપી પોલીસને ધક્કો મારી ભાગ્યો બહુચરાજી અને વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ આરોપી ગોવિંદ મહોણીયાને ચામડીની તકલીફ હોવાથી 6 ઓગસ્ટે પોલીસ જાપ્તા હેઠળ SSG હોસ્પિટલના વોર્ડ નંબર 5માં લાવવામાં આવ્યો હતો. બપોરે આશરે 12.30 વાગ્યે હોસ્પિટલની કેન્ટીન નજીક તેને બીજું ઈન્જેક્શન આપવા માટે હાથકડી ખોલવામાં આવી હતી. આ તકનો લાભ ઉઠાવી આરોપી પોલીસ કર્મચારી જીતેન્દ્રસિંહને ધક્કો મારીને મુઠ્ઠીઓ વાળીને ભાગી છૂટ્યો હતો. આ પણ વાંચો… દુષ્કર્મના આરોપીએ ખાખીની 'આબરુ' લીધી, 25 સેકન્ડમાં ચકમો આપ્યો, શોધવા ડ્રોન ઉડાવ્યા ડ્રોનથી 5 કલાક બિલ્ડિંગ ફંફોસ્યું, છતાં રાવપુરા પોલીસને સફળતા ન મળી આરોપી હોસ્પિટલ નજીકની એક નિર્માણાધીન બિલ્ડિંગમાં ઘૂસી જતાં પોલીસે સમગ્ર વિસ્તાર ઘેરી લીધો હતો. બિલ્ડિંગમાં શોધખોળ માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાયો હતો અને માઇકથી એનાઉન્સમેન્ટ કરીને સલામત રીતે બહાર આવી જવા અપીલ પણ કરાઈ હતી. જોકે, રાવપુરા પોલીસે 5 કલાક સુધી આખી બિલ્ડિંગ ફંફોસી નાખી હોવા છતાં આરોપી હાથ લાગ્યો નહોતો. આ ઘટના અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 262 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે છાણી કેનાલ પાસેથી કોર્ડન કરીને દબોચી લીધો ત્યારબાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો તપાસમાં જોડાઈ હતી. હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજ ચકાસતાં આરોપી પોતાના છાણી કેનાલ નજીક આવેલા રહેઠાણ તરફ આવવાનો હોવાની સચોટ બાતમી મળી હતી. ખાનગી રાહે ગોઠવાયેલી વોચ દરમિયાન 6 ઓગસ્ટની મોડીરાત્રે આરોપી ત્યાં પહોંચતાં જ ક્રાઇમ બ્રાન્ચે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો અને આગળની કાનૂની કાર્યવાહી માટે રાવપુરા પોલીસને સોંપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    નીટ પેપર લીકનું કાવતરું મહિનાઓ પહેલા ઘડાયું હતું:CBI ચાર્જશીટમાં દાવો- NTA નિષ્ણાતો પ્રશ્નો યાદ રાખતા, હોટેલ જઈને કાપલીઓ પર લખતા હતા
    Next Article
    આજી ડેમ પાસે કનૈયા ડેરીમાં ફૂડ વિભાગની રેડ:95 કિલો અખાદ્ય મીઠાઈ-માવાનો નાશ, શંકાસ્પદ ઘીના નમુના લેવાયા; તહેવારો પહેલા લોકોના આરોગ્ય સાથે ચેડાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment