Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હું ચૂડેલને છૂટી કરી દઈશ, તારા પર સવાર થઈ જશે':ભુવાજીએ મોડેલ યુવતીને વશ કરી 1 લાખ પડાવ્યા, ત્રાસથી કંટાળી યુવતીએ જીવન ટૂંકાવ્યું

    4 days ago

    વડોદરા શહેરના તુલસીવાડી વિસ્તારમાં રહેતી અને કારેલીબાગ સ્થિત ફોટો સ્ટુડિયોમાં મેનેજર તરીકે ફરજ બજાવતી 28 વર્ષીય યુવતીએ તાંત્રિકની માનસિક અને આર્થિક સતામણીથી કંટાળીને ઉંદર મારવાની ઝેરી દવા પી લીધી હતી. ગંભીર હાલતમાં વડોદરાની એસએસજી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં સારવાર હેઠળ રહેલી યુવતીનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતક યુવતી મોડેલિંગ ક્ષેત્ર સાથે પણ સંકળાયેલી હતી. આ સમગ્ર મામલે મૃતકની માતાએ છાણી જકાતનાકા એકતાનગરમાં રહેતા ગિરીશ ઉર્ફે બાપુ ચંદુભાઈ પરમાર નામના તાંત્રિક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દોઢ વર્ષ અગાઉ ચૂડેલ વળગી હોવાની શંકાથી ભુવાજીના સંપર્કમાં આવી હતી પોલીસ તપાસ અને પરિવારની ફરિયાદ અનુસાર, આશરે દોઢ વર્ષ પહેલાં યુવતીની છાતી પર ચૂડેલ બેસી ગઈ હોવાની આશંકા જાગતાં પરિવારે ભુવાજી ગિરીશ પરમારનો સંપર્ક કર્યો હતો. તાંત્રિકે યુવતીના વાળ, અત્તરની શીશી, મધ અને માળા જેવી વસ્તુઓ મેળવીને તેના ઘરે જઈને વિધિ તથા પાઠ કર્યા હતા. આ વિધિ બાદ બંને વચ્ચે સતત વાતચીત અને સંપર્ક વધવા લાગ્યો હતો, જેનો ગેરલાભ ઉઠાવીને તાંત્રિકે યુવતીનું માનસિક અને આર્થિક શોષણ શરૂ કર્યું હતું. તે અવારનવાર યુવતીને મળવા આવવા અને રોકડા કે બેંક ખાતામાં પૈસા જમા કરાવવા માટે દબાણ કરતો હતો. 'ચૂડેલ છૂટી કરી દઈશ' એવી ધમકીઓ આપી 1 લાખ રૂપિયા પડાવ્યા એસીપી જી. બી. બાંભણીયાના જણાવ્યા અનુસાર, આરોપી યુવતી પર સતત દબાણ બનાવીને રૂપિયા પડાવતો હતો. તેણે યુવતી પાસેથી અત્યાર સુધીમાં અંદાજે 1 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી હતી. જો યુવતી પૈસા આપવાની કે મળવાની ના પાડે તો આરોપી 'હું ચૂડેલને છૂટી કરી દઈશ અને તે તારા પર સવાર થઈ જશે' તેવી ભયાનક ધમકીઓ આપીને ડરાવતો હતો. તાંત્રિકના આ સતત અસહ્ય ત્રાસ અને માનસિક દબાણથી કંટાળીને આખરે યુવતીએ જીવન ટૂંકાવવાનો આત્યંતિક નિર્ણય લીધો હતો. મોબાઇલ ચેટ્સ અને FSL રિપોર્ટથી ભાંડો ફૂટ્યો યુવતી હોસ્પિટલમાં દાખલ હતી ત્યારે તેણે પોતાના બહેન અને બનેવી સમક્ષ તાંત્રિકના ત્રાસની આપવીતી જણાવી હતી, પરંતુ લોકલાજ અને બદનામીના ડરથી પરિવારે શરૂઆતમાં ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જોકે, પોલીસે યુવતીનો મોબાઇલ અને વિસેરા એફએસએલમાં મોકલ્યા બાદ રિકવર થયેલી ડિજિટલ ચેટ્સ અને પુરાવાઓ પરથી આરોપીના સમગ્ર કાળા કરતૂતનો પર્દાફાશ થયો હતો. પોલીસે તાંત્રિક ગિરીશ પરમારની ધરપકડ કરી છે અને જાહેર જનતાને અપીલ કરી છે કે જો અન્ય કોઈ મહિલા કે વ્યક્તિ આવા કોઈ તાંત્રિક કે બ્લેકમેઇલરનો શિકાર બન્યા હોય, તો ડર્યા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લી પોલીસ માટે યોગ સંવાદ યોજાયો:પોલીસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓને માનસિક તણાવમુક્ત રાખવા માટે આયોજન
    Next Article
    ઝારખંડની ગર્ભવતી મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન:પાટણ સખી સેન્ટર અને જય અંબે ટ્રસ્ટના પ્રયાસોથી સુરક્ષિત ઝારખંડ પહોંચાડાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment