Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાલાલા પંથકમાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદ:આજે નવસારી-વલસાડ-ડાંગ-તાપી સહિત વિસ્તારોમાં માવઠાંની આગાહી

    19 hours ago

    ગીર સોમનાથના તાલાલા પંથકમાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે. બપોર બાદ આંકોલવાડી અને આસપાસના આઠ ગામોમાં વરસાદ નોંધાયો છે. હાલમાં પાક લેવાની સિઝન હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તો કપાસ સહિતના ઊભા પાકમાં પણ નુકસાન થવાની સંભાવના છે. હવામાન વિભાગે આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ અને તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જોકે, વરસાદ બાદ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે. બીજી તરફ, રાજ્યમાં લઘુતમ તાપમાન 23 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની હવામાન પર અસર જોવા મળી રહી છે. 3 નવેમ્બરે રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી જ્યારે આવતીકાલે એટલે કે, 3 નવેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં વાતાવરણ સુકુ રહેશે. ભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. આગામી 7 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. અમદાવાદમાં આજે આંશિક વાદળછાયું વાતાવરણની શક્યતા આજે અમદાવાદમાં વાતાવરણ આંશિક વાદળછાયું રહેવાની સંભાવના છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 22.5 ડિગ્રી નોંધાયું છે, જે સામાન્ય કરતાં 3.5 ડિગ્રી વધારે છે. જ્યારે નલિયામાં લઘુતમ તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું છે.
    Click here to Read More
    Previous Article
    ચાંદલોડિયામાં ફ્લેટના બેઝમેન્ટમાં ઘૂસેલા સાપને રેસ્ક્યૂ કરવાને બદલે સળગાવી દીધો:અમદાવાદના ચાંદલોડિયામાં વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શનના ધજાગરા, આરોપી સામે કડક પગલાંની માગ
    Next Article
    અમદાવાદમાંથી 40 મહિલા સહિત 61 બાંગ્લાદેશી ઝડપાયા:મોટાભાગની મહિલા સ્પામાં કામ કરતી, ભારતના બોગસ ડોક્યુમેન્ટ મળી આવ્યા; ડિપોર્ટ કરવા કાર્યવાહી હાથ ધરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment