Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુળીમાં રેતીની આડમાં 40 લાખનો દારૂ ઝડપાયો:ડમ્પર અને સ્વિફ્ટ કાર સહિત 61 લાખનો મુદ્દામાલ જપ્ત, આરોપીઓ પકડાયા

    14 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના સરા ધ્રાંગધ્રા ચોકડી પાસે પોલીસે રેતીની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂની કિંમત રૂ. 40.47 લાખથી વધુ આંકવામાં આવી છે. પોલીસે એક ડમ્પર અને એક સ્વિફ્ટ કાર સહિત કુલ રૂ. 61.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન દારૂની હેરાફેરી કરતા કેટલાક આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ની સૂચનાથી જિલ્લામાં પ્રોહીબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમો કાર્યરત હતી. ચોક્કસ બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલા મુદ્દામાલમાં 10,068 નાની-મોટી બોટલ વિદેશી દારૂનો સમાવેશ થાય છે, જેની કિંમત રૂ. 40,47,600 છે. આ ઉપરાંત, રૂ. 15 લાખનું ડમ્પર, રૂ. 5 લાખની સ્વિફ્ટ કાર, રૂ. 35,000ના 6 મોબાઇલ ફોન અને રૂ. 50,000 રોકડા પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ગુનામાં સંડોવાયેલા જીજ્ઞેશગીરી ભરતગીરી ગોસ્વામી, ગણપતપરી કાલપરી ગોસ્વામી, દિનેશગીરી રૂપગીરી ગોસ્વામી, એક કિશોર, કાળા કલરની સ્વિફ્ટ ગાડીનો માલિક, ટાટા કંપનીના ડમ્પરનો માલિક, દારૂનો જથ્થો મોકલનાર ભરતગીરી જીવગીરી ગોસ્વામી અને મંગાવનાર બળવંતસિંહ જીલુભા ઝાલા સહિતના આરોપીઓ સામે મુળી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરીમાં એલ.સી.બી. ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમા અને સ્ટાફના અન્ય સભ્યો જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    વાપી રેલવે સ્ટેશન પર મોબાઈલ ચોરી:સૂતેલા યુવકનો ફોન ચોરનાર તસ્કર કલાકોમાં ઝડપાયો
    Next Article
    નાયબ આરોગ્ય અધિકારી ડૉ. અજીત ભટ્ટનું સસ્પેન્શન રદ:સેન્ટ્રલ ઝોનમાંથી હટાવીને સાઉથ ઝોન-બીમા મુકાયા, કમિશનરની સરપ્રાઈઝ વિઝિટમાં ગેરહાજર રહ્યા'તા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment