Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરનો મંત્ર પટેલ 9 વર્ષની ઉંમરે AI અને કોડિંગમાં પારંગત:જાતે બનાવી મોબાઇલ એપ્લિકેશન અને રોબોટ, યોગ, અબાકસ તથા વૈદિક ગણિતમાં પણ મેળવી રહ્યો છે તાલીમ

    13 hours ago

    સામાન્ય રીતે ધોરણ-10, ધોરણ-12 કે કોલેજના અભ્યાસ દરમિયાન શીખવવામાં આવતી અદ્યતન ટેક્નોલોજીનું જ્ઞાન હિંમતનગરનો 9 વર્ષીય મંત્ર પટેલ નાની ઉંમરે જ મેળવી રહ્યો છે. ધોરણ-4માં અભ્યાસ કરતો મંત્ર રોબોટિક્સ, મિકેનિક્સ, AI અને કોડિંગ જેવા ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા દર્શાવી રહ્યો છે. બાળપણથી જ નવી ટેક્નોલોજી અને અવનવા પ્રયોગો પ્રત્યે રુચિ ધરાવતા મંત્રની આવડતથી આસપાસના લોકો પણ પ્રભાવિત થઈ રહ્યા છે. જાતે કોડિંગ કરીને મોબાઇલ એપ્લિકેશન અને રોબોટ બનાવે છે મંત્ર માત્ર ટેક્નોલોજીનું જ્ઞાન મેળવવા પૂરતો સીમિત નથી, પરંતુ તેનો પ્રેક્ટિકલ ઉપયોગ પણ કરી રહ્યો છે. તે જાતે કોડિંગ કરીને મોબાઇલ એપ્લિકેશન અને રોબોટ તૈયાર કરે છે. આ ઉપરાંત રિમોટ કે મોબાઇલથી નિયંત્રિત કરી શકાય તેવી કાર સહિત વિવિધ મોડેલ પણ બનાવી રહ્યો છે. હાલમાં ઘરમાં વાવેલા છોડને દૂર બેઠા મોબાઇલની મદદથી પાણી આપી શકાય તેવી ઓટોમેટિક સિસ્ટમ વિકસાવવાની દિશામાં પણ પ્રયાસ કરી રહ્યો છે. નાની ઉંમરે ટેક્નોલોજી સમજવાની અને તેને પ્રયોગમાં મૂકવાની તેની ક્ષમતા નોંધપાત્ર છે. યોગ અને છઠ્ઠી ઇન્દ્રિયના પ્રશિક્ષણમાં પણ રસ મંત્રની પ્રતિભા માત્ર ટેક્નોલોજી સુધી મર્યાદિત નથી. તે યોગ અને છઠ્ઠી ઇન્દ્રિયના પ્રશિક્ષણમાં પણ રસ ધરાવે છે. આ તાલીમ અંતર્ગત આંખે પાટા બાંધીને સાયકલ ચલાવવી, સ્કેટિંગ કરવું તેમજ સામેની વ્યક્તિની ક્રિયાઓ પારખવા જેવી પ્રવૃત્તિઓ શીખી રહ્યો છે. આ ઉપરાંત અબાકસ અને વૈદિક ગણિતનો અભ્યાસ કરીને ગણતરી કરવાની ક્ષમતા તથા યાદશક્તિ વિકસાવવા પર પણ ધ્યાન આપી રહ્યો છે. માતા-પિતાના પ્રોત્સાહનથી પ્રતિભાને મળી રહી છે દિશા મંત્રની પ્રતિભાને યોગ્ય દિશા આપવામાં તેના માતા-પિતા રોહિતભાઈ પટેલ અને દર્શનાબેન પટેલનો મહત્વનો ફાળો છે. મંત્રના પિતા રોહિતભાઈ મોબાઇલ રિપેરિંગનો વ્યવસાય કરે છે. તેમનું માનવું છે કે બાળકોને નાની ઉંમરથી જ યોગ્ય માર્ગદર્શન અને પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવે તો તેમનામાં તાર્કિક વિચારશક્તિ (લોજિકલ થિંકિંગ) અને સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા (ક્રિટિકલ થિંકિંગ) વિકસે છે. આ જ વિચાર સાથે તેઓ મંત્રને ટેક્નોલોજી અને નવા પ્રયોગો કરવા માટે સતત પ્રોત્સાહિત કરી રહ્યા છે. વિવિધ ક્ષેત્રોમાં રસ ધરાવતો મંત્ર અન્ય બાળકો માટે પ્રેરણારૂપ માત્ર 9 વર્ષની ઉંમરે રોબોટિક્સ, AI, કોડિંગ, યોગ, અબાકસ અને વૈદિક ગણિત જેવા વિવિધ ક્ષેત્રોમાં રસ ધરાવતો મંત્ર પટેલ સાબરકાંઠાના અન્ય બાળકો માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. બાળપણમાં રહેલી જિજ્ઞાસાને યોગ્ય માર્ગદર્શન અને માતા-પિતાનો સહયોગ મળે તો બાળક પોતાની પ્રતિભાને નવી ઊંચાઈએ લઈ જઈ શકે છે, તેનું ઉદાહરણ હિંમતનગરનો મંત્ર બની રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાંથી 40 મહિલા સહિત 61 બાંગ્લાદેશી ઝડપાયા:મોટાભાગની મહિલા સ્પામાં કામ કરતી, ભારતના બોગસ ડોક્યુમેન્ટ મળી આવ્યા; ડિપોર્ટ કરવા કાર્યવાહી હાથ ધરાશે
    Next Article
    Telangana Intermediate Exam Schedule 2027 Soon: Steps To Check Class 11, 12 Date Sheet PDF

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment