Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાના સોલિડ વેસ્ટ સુપરવાઇઝર પર હુમલો:પિતા સાથેની બોલાચાલીની દાઝ રાખી રસ્તામાં આંતરી ઢીકાપાટુ માર્યા, જાનથી મારવાની ધમકી

    8 hours ago

    ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં સામાન્ય બાબતની અદાવત રાખીને મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા સુપરવાઇઝર પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. કુંભારવાડા સર્કલ પાસે આવેલા શાંતિનગર વિસ્તારમાં રહેતા અને ભાવનગર મનપામાં સોલિડ વેસ્ટ ઇન્ચાર્જ સુપરવાઇઝર તરીકે કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતા ગૌતમભાઈ દિનેશભાઈ પરમાર કામ સબબ પોતાના બાઇક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન કુંભારવાડા વિસ્તારમાં આવેલા વિક્ટરના કાંટા પાસે નિકુલ ગણપતભાઈ મકવાણા, હરીશભાઈ રાઠોડ અને અમિત જગદીશભાઈ ચાવડા ઊભા હતા. ત્યાં નિકુલ મકવાણાએ ગૌતમભાઈને અટકાવી ગાળો ભાંડી હતી. પિતા સાથે થયેલી જૂની તકરારની દાઝ રાખી હુમલો કર્યો ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી નિકુલ મકવાણાએ થોડા દિવસો અગાઉ ગૌતમભાઈના પિતા સાથે બોલાચાલી કરી હતી. આરોપી એવો આક્ષેપ કરતો હતો કે ગૌતમભાઈ પોતાની ફરજ દરમિયાન શેરીની સફાઈમાં ધ્યાન આપતા નથી. આ જૂની બાબતની મનમાં અદાવત રાખીને નિકુલે અચાનક ઉશ્કેરાઈ જઈ ગૌતમભાઈ પર હુમલો કરી દીધો હતો અને તેમને ઢીકાપાટુનો બેફામ માર મારી શરીરે મૂંઢ ઈજાઓ પહોંચાડી હતી. હુમલા બાદ ગૌતમભાઈ ત્યાંથી નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે આરોપી નિકુલે તેમને ખુલ્લી ધમકી આપતાં કહ્યું હતું કે, "જો તું આ બાબતે મારા ઘરે ફરિયાદ કરીશ કે પોલીસ સ્ટેશન જઈશ તો તને જાનથી મારી નાખીશ." આટલેથી ન અટકતાં આરોપી નિકુલ ગૌતમભાઈના ઘર પાસે પણ પહોંચી ગયો હતો અને ત્યાં જઈને બિભત્સ અપશબ્દો બોલી સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. બોરતળાવ પોલીસ મથકમાં BNS હેઠળ ગુનો દાખલ આ હુમલા અને ધમકીની ઘટના બાદ ઇજાગ્રસ્ત સુપરવાઇઝર ગૌતમભાઈ પરમારે બોરતળાવ પોલીસ મથકે પહોંચી સમગ્ર હકીકત જણાવી હતી. બોરતળાવ પોલીસે આરોપી નિકુલ ગણપતભાઈ મકવાણા વિરુદ્ધ BNSની કલમ-115(2) (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી), 351(3) (ગુનાહિત ધમકી) અને 352 (શાંતિ ભંગ કરવાના ઇરાદે અપમાન) મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    શરદ પવાર હોસ્પિટલમાં દાખલ, છાતીમાં દુખાવાની ફરિયાદ:હાલત સ્થિર, પરંતુ હોસ્પિટલમાં જ રહેશે; 85 વર્ષીય નેતા કેન્સર સર્વાઈવર છે
    Next Article
    સનાતન ફાઉન્ડેશનનો વસ્ત્રદાન સેવાયજ્ઞ સફળતાપૂર્વક સંપન્ન:10,000થી વધુ વસ્ત્રો એકત્રિત કરવામાં આવ્યા, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ અને શ્રમિક પરિવારોમાં કરાશે વિતરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment