Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સનાતન ફાઉન્ડેશનનો વસ્ત્રદાન સેવાયજ્ઞ સફળતાપૂર્વક સંપન્ન:10,000થી વધુ વસ્ત્રો એકત્રિત કરવામાં આવ્યા, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ અને શ્રમિક પરિવારોમાં કરાશે વિતરણ

    9 hours ago

    દિવાળી એટલે પ્રકાશ, ઉલ્લાસ અને ખુશીઓ વહેંચવાનો પર્વ. આ તહેવાર પર સમાજના છેવાડાના અને જરૂરિયાતમંદ પરિવારોના ચહેરા પર સાચી ‘મુસ્કાન’ લાવવા માટે સનાતન ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાયેલ "સનાતન કપડા બેંક" અંતર્ગત વિશેષ વસ્ત્રદાન અભિયાન સુરતીલાલાઓના અભૂતપૂર્વ સહકાર સાથે ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થયું છે. આંતરરાષ્ટ્રીય દાન દિવસ (5 સપ્ટેમ્બર) થી શરૂ થયેલા આ સેવાયજ્ઞમાં સુરત શહેરના અલગ-અલગ વિસ્તારો, લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ્સ, સોસાયટીઓ, ખાનગી સ્કૂલ-કોલેજોના વિદ્યાર્થીઓ, વાલીઓ અને સામાજિક સંસ્થાઓએ દિલ ખોલીને સહયોગ આપ્યો છે. આ ભગીરથ કાર્યમાં ૨૦ જેટલી સામાજિક સંસ્થાઓ તેમજ 35 થી 40 જેટલી સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ કેમ્પસના પ્રેસિડેન્ટશ્રીઓ તથા રહીશો સહભાગી થયા હતા.શહેરીજનોની ઉદારતાના પરિણામે સંસ્થાને 10,000 થી વધુ જુના અને નવા કપડાઓ દાનમાં મળ્યા છે. જેમાં અંદાજે 2,200 જેટલા પેન્ટ, 2,500 જેટલા શર્ટ અને ટી-શર્ટ, 400 જેટલા દીકરીઓ માટેના ડ્રેસ અને કુર્તી તેમજ 300 જેટલી સાડીઓ સહિતના હજારો કિલો વસ્ત્રોનો સમાવેશ થાય છે. સંસ્થાના અગ્રણી વિપુલભાઈ કોટડીયા એ જણાવ્યું હતું કે, "સુરતના નાગરિકોએ ઉદાર હાથે કરેલા વસ્ત્રદાનથી આ વખતે હજારો ગરીબ, અનાથ અને વડીલોની દિવાળી રોશન થવા જઈ રહી છે. લોકોના કબાટમાં વણવપરાયેલા પડેલા આ કપડાં હવે કોઈના જીવનમાં આશીર્વાદરૂપ બનશે.શહેરીજનોએ અમારી અપીલને ઝીલીને જે સહકાર આપ્યો છે તે બદલ અમે તમામના હૃદયપૂર્વક આભારી છીએ. ભરતભાઈ ગૌદાનીએ આગામી આયોજન અંગે વધુ વિગત આપતા ઉમેર્યું કે, "હવે અમારું મુખ્ય કાર્ય આ એકત્રિત થયેલા હજારો કિલો કપડાંને વ્યવસ્થિત રીતે જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાનું છે. આ માટે સંસ્થાના સ્વયંસેવકો દ્વારા સૌપ્રથમ તમામ કપડાંનું 'શોર્ટિંગ' (વર્ગીકરણ) કરવામાં આવી રહ્યું છે. જેમાં ભાઈઓ, બહેનો, બાળકો અને દીકરીઓના કપડાં અલગ પાડવામાં આવશે. ત્યારબાદ, દરેક ઉંમર અને સાઈઝ (માપ) પ્રમાણે તેનું શોર્ટ લિસ્ટિંગ કરી પેકિંગ કરવામાં આવશે જેથી જે-તે વ્યક્તિને તેના માપના યોગ્ય કપડાં મળી રહે. કરસનભાઈ ખોખાણીએ વધુમાં ઉમેર્યું હતું કે આ તમામ કપડાં અનાથ આશ્રમો, વૃદ્ધાશ્રમો, આદિવાસી શાળાઓ, માનસિક દિવ્યાંગ/અસ્થિર મગજના ભાઈ-બહેનોના માનવ સેવા આશ્રમ જેવી સંસ્થાઓમાં પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત, રોડ પર રહેતા ભિક્ષુકો અને બાંધકામ સાઇટો પર ઝૂંપડી બાંધીને રહેતા ગરીબ મજૂર પરિવારોના બાળકોને સંસ્થાની ટીમ રૂબરૂ જઈને માનભેર વિતરણ કરશે.
    Click here to Read More
    Previous Article
    મનપાના સોલિડ વેસ્ટ સુપરવાઇઝર પર હુમલો:પિતા સાથેની બોલાચાલીની દાઝ રાખી રસ્તામાં આંતરી ઢીકાપાટુ માર્યા, જાનથી મારવાની ધમકી
    Next Article
    દરિયાઈ પ્રદૂષણ મામલે માછીમારોની સરકાર સમક્ષ રજૂઆત:માંગરોળના સોમનાથ ભવન ખાતે યોજાયો વિશેષ સેમિનાર, માછીમારોએ જેતપુરની કેમિકલ પાઈપલાઈન સહિતના વિવિધ પ્રશ્નો શાંતિપૂર્ણ રીતે સરકાર સમક્ષ રજૂ કરી યોગ્ય ઉકેલ લાવવા કરી અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment