Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરમપુરમાં 85 બાળકો-નાગરિકોએ માટીના ગણેશજી બનાવ્યા:પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવા ઇકો ફ્રેન્ડલી વર્કશોપ યોજાયો

    7 hours ago

    ધરમપુરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મેકિંગ વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં 85 બાળકો અને નાગરિકોએ માટીમાંથી ગણેશજીની પ્રતિમાઓ બનાવી હતી. ગણેશોત્સવને શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવવાની સાથે પર્યાવરણની જાળવણીનો સંદેશ આપવાનો આ વર્કશોપનો મુખ્ય હેતુ હતો. આ વર્કશોપનું આયોજન લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુર અને ધરમપુર નગરપાલિકા સંચાલિત એસ.એમ.એસ.એન. બાળ લાઇબ્રેરીના સંયુક્ત ઉપક્રમે કરાયું હતું. લેડી વિલ્સન મ્યુઝિયમના ક્યુરેટર ડો. ઇન્દ્રા વત્સ અને ધરમપુર નગરપાલિકાના ચીફ ઓફિસર ડો. વિજય ઇટાલીયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. વર્કશોપમાં પ્લાસ્ટર ઓફ પેરિસ અને કેમિકલયુક્ત રંગોથી બનતી પ્રતિમાઓના વિસર્જનથી જળસ્ત્રોતો અને જળચર જીવોને થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. વિશ્વાસ ક્રિએટિવ આર્ટ, ક્રાફ્ટ એન્ડ ડ્રોઇંગ ક્લાસીસ, વલસાડનાં દીપાબેન પાનવાલાએ સહભાગીઓને કુદરતી માટીમાંથી ગણેશજીની સુંદર પ્રતિમા બનાવવાની તાલીમ આપી હતી. બાળકોએ જાતે ગણેશજીની પ્રતિમા બનાવી હતી. ત્યારબાદ તેઓ તેને પોતાના ઘરે સ્થાપના અને પૂજા માટે લઈ ગયા હતા. આ પ્રસંગે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે પર્યાવરણ અને પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. તેમણે મ્યુઝિયમ અને લાઇબ્રેરી દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ તથા જાગૃતિ માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આ ઉપરાંત, નગરપાલિકા પ્રમુખ મયંકભાઈ મોદી, લાઇબ્રેરી ચેરમેન દીપમાલાબેન ચોનકર, શહેર સંગઠન પ્રમુખ અમિત ચોરેરા, પાલિકા સભ્ય સમીપભાઈ રાંચ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતી સિંગર કિંજલ રબારીના કથિત અપહરણનો હાઈવોલ્ટેજ ડ્રામા:મુકેશ દેસાઈએ કહ્યું- મારી પત્નીનું અજાણ્યા શખસોએ અપહરણ કર્યું, ગાયિકાએ બોલી- 'મારા જીવને ખતરો હતો, હું સ્વેચ્છાએ ગઈ'
    Next Article
    ભરૂચમાં ક્રેટા કારમાંથી દારૂના 66 બોક્સ ઝડપાયા:ABC સર્કલ પાસેથી LCBએ રૂ.9.21 લાખનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને પકડ્યો, 4 વોંટેડ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment