Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શૌર્ય સંવાદ:સેનામાં યુવતીઓ કારકિર્દીનું ઘડતર કરી શકે : વિંગ કમાન્ડર વિક્રમ

    21 hours ago

    ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ‘શૌર્ય સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભારતીય વાયુસેનાની સુર્યકિરણ ટીમના સ્કવોડ્રન લીડર વી. વિક્રમ અને શરદ ગોયલે એનસીસીના એરફોર્સ, આર્મી અને નેવીના કેડેટ્સ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. જેમાં સૂર્યકિરણ ટીમના સ્કવોડ્રન લીડર વી. વિક્રમ અને શરદ ગોયલે વિદ્યાર્થીઓને ભારતીય વાયુસેનાની કામગીરી, સશસ્ત્ર દળોમાં કારકિર્દીની તકો અને પ્રવેશ પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપ્યું હતું. વિંગ કમાન્ડર વિક્રમે અગ્નિવીર તરીકે વાયુસેનામાં જોડાવા માટેની પસંદગી પ્રક્રિયા, શૈક્ષણિક અને શારીરિક લાયકાત તેમજ ધો.12 પછી નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) અને સ્નાતક થયા બાદ વિવિધ પ્રવેશ યોજનાઓ મારફતે અધિકારી બનવાની તકો વિશે સમજાવ્યું હતું. મહિલા કેડેટ્સને પણ પ્રવેશની તક મળતી હોવાનું જણાવી યુવતીઓને સશસ્ત્ર દળોમાં કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ ભાવનગરમાં પ્રથમ વખત યોજાયેલા સૂર્યકિરણ એર શો અંગે જણાવ્યું હતું કે, ભાવનગરના ઇતિહાસમાં આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. વાયુસેનાના પાયલટ્સના અદભુત હવાઈ કરતબો અને બેન્ડની દેશભક્તિપૂર્ણ પ્રસ્તુતિએ નગરજનોમાં રાષ્ટ્રગૌરવની લાગણી જગાવી હતી. સંવાદ દરમિયાન વિદ્યાર્થીઓએ વિમાનચાલન વખતે સલામતી, પાયલટ્સ વચ્ચે સંકલન, કટોકટીની પરિસ્થિતિમાં લેવાતાં પગલાં, ગરુડ કમાન્ડો દળની તાલીમ અને સ્વદેશી કાવેરી એન્જિન સહિતના વિષયો અંગે પ્રશ્નો પૂછ્યા હતા. અધિકારીઓએ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપી વાયુસેનાની વિવિધ શાખાઓમાં ઉપલબ્ધ કારકિર્દીની તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સ્મીમેર હોસ્પિટલમાં વીજળી ગુલ થતાં OPD સેવાઓ ખોરવાઈ:કેસબારી અને ટોકન સિસ્ટમ ઠપ્પ, પાણી ન મળતાં દર્દીઓ-સગાઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો
    Next Article
    સરકારી જમીન અતિક્રમણ મુક્ત કરવામાં સફળતા:જેલ, ડોગ શેલ્ટર જેવા પ્રકલ્પો ઝડપી થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment