Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્મીમેર હોસ્પિટલમાં વીજળી ગુલ થતાં OPD સેવાઓ ખોરવાઈ:કેસબારી અને ટોકન સિસ્ટમ ઠપ્પ, પાણી ન મળતાં દર્દીઓ-સગાઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો

    11 hours ago

    સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સોમવારે સવારે અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સવારના સમયે લગભગ 5 થી 10 મિનિટ માટે પાવર સપ્લાય ડૂલ થઈ જતાં હોસ્પિટલની મોટાભાગની ઓપીડીમાં અંધારપટ છવાઈ ગયો હતો. વીજળી જતાં જ કોમ્પ્યુટર સિસ્ટમ, ટોકન વ્યવસ્થા અને કેસબારીની કામગીરી એકાએક ઠપ્પ થઈ ગઈ હતી, જેના કારણે સારવાર અર્થે આવેલા સેંકડો દર્દીઓ અને તેમના સગાંઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સોમવારની ભીડ વચ્ચે સિસ્ટમ ઠપ્પ થતાં લાંબી કતારો અઠવાડિયાનો પ્રથમ કાર્યદિવસ હોવાથી સોમવારે સ્મીમેર હોસ્પિટલમાં સામાન્ય દિવસો કરતાં દર્દીઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધુ હતી. બરાબર એ જ સમયે વીજળી ગુલ થઈ જતાં કેસ કઢાવવા અને ટોકન લેવા માટે દર્દીઓની લાંબી કતારો લાગી ગઈ હતી. કલાકો સુધી સિસ્ટમ શરૂ ન થતાં વૃદ્ધો, મહિલાઓ અને ગંભીર સ્થિતિમાં આવેલા દર્દીઓ અટવાઈ પડ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં દર્દીઓનો ભારે ઘસારો અને ધમાલ જોવા મળી હતી. તંત્ર દોડતું થયું, ટોકન સિસ્ટમ ડાયરેક્ટ કરી મામલો થાળે પાડ્યો વીજ પુરવઠો ખોરવાતાં જ હોસ્પિટલના આરએમઓ (RMO) સહિત સમગ્ર વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પાવર સપ્લાય પુનઃસ્થાપિત કરવા માટે ઈજનેરી વિભાગે તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી. બીજી તરફ, પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે હોસ્પિટલ પ્રશાસને તાબડતોબ ટોકન સિસ્ટમને ડાયરેક્ટ મોડ પર લાવીને દર્દીઓની કેસ નોંધણી પ્રક્રિયા આગળ ધપાવી હતી, જેથી દર્દીઓને થોડી રાહત મળી શકી હતી. કેઝ્યુઅલ્ટીના શૌચાલયોમાં પાણી ન આવતાં દર્દીઓની મુશ્કેલી બેવડાઈ એક તરફ વીજળીના ધાંધિયાથી સિસ્ટમ બંધ પડી હતી, તો બીજી તરફ હોસ્પિટલમાં પાણીની સમસ્યા પણ સામે આવી હતી. કેઝ્યુઅલ્ટી વિભાગની બહાર આવેલા જાહેર શૌચાલયોમાં સવારથી જ પાણીનો પુરવઠો બંધ હતો. દર્દીઓ તેમજ તેમની સાથે આવેલા સગાઓ શૌચાલયમાં પાણી ન હોવાને કારણે ભારે પરેશાન થયા હતા અને તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો. ટેક્નિકલ ખામીથી વીજળી ગઈ હતી, વ્યવસ્થા સુધારી લેવાઈ: હોસ્પિટલ તંત્ર આ સમગ્ર મામલે હોસ્પિટલના તબીબી અધિકારીએ જણાવ્યું હતું કે, ટેક્નિકલ ખામીના કારણે માત્ર 5 થી 10 મિનિટ માટે વીજ પુરવઠો ખોરવાયો હતો. ફોલ્ટની જાણ થતાં જ તાત્કાલિક અસરથી વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવામાં આવ્યો હતો. દર્દીઓને સારવારમાં વધુ વિલંબ ન થાય અને મુશ્કેલી ઓછી પડે તે માટે તંત્ર દ્વારા તાકીદે વૈકલ્પિક વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ:ગામડાઓના વિકાસ માટે 11 કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવાઈ, 'શિવ' કંપનીને બ્લેકલિસ્ટ કરવા દરખાસ્ત
    Next Article
    શૌર્ય સંવાદ:સેનામાં યુવતીઓ કારકિર્દીનું ઘડતર કરી શકે : વિંગ કમાન્ડર વિક્રમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment