Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ:ગામડાઓના વિકાસ માટે 11 કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવાઈ, 'શિવ' કંપનીને બ્લેકલિસ્ટ કરવા દરખાસ્ત

    10 hours ago

    ભાવનગર જિલ્લા પંચાયત સભાખંડ ખાતે પ્રમુખ અશોક લાધવાની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી, આ બેઠકમાં જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ તેમજ પાયાની સુવિધાઓને મજબૂત કરવા માટે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ અશોક લાધવાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સામાન્ય સભામાં મુખ્ય 7 મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં અગાઉની સામાન્ય સભાની કાર્યવાહીને બહાલી આપવા ઉપરાંત ગામડાંના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારોમાં વિકાસકામો અર્થે સ્ટેમ્પ ડ્યુટીની રૂ.2 કરોડ 35 લાખ અને 15મા નાણાપંચ યોજના હેઠળ રૂ.8 કરોડ 80 લાખ મળી કુલ 11 કરોડથી વધુની રકમ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટમાંથી ગામડાઓમાં ગટર, ડસ્ટબિન, આરસીસી બ્લોક, નાળાં અને પીવાના પાણી જેવા પાયાના કામો હાથ ધરાશે. 'શિવ' કંપનીને બ્લેકલિસ્ટ કરવા દરખાસ્ત ઔદ્યોગિક કર્મચારીઓના નાણાં ચૂકવાશે રોડના બાકી કામો અને બેદરકારીને ધ્યાને રાખીને પંચાયત દ્વારા 'શિવ' કંપનીને બ્લેકલિસ્ટ કરવા માટેની દરખાસ્ત મોકલવામાં આવી છે. આ કંપનીના અંદાજે 10 જેટલા કામો બાકી છે અને જિલ્લા પંચાયતમાં તેની આશરે રૂ.10 કરોડ જેટલી ડિપોઝિટ જમા છે. એસ્ક્રો એકાઉન્ટમાંથી કર્મચારીઓને ચૂકવવાપાત્ર નાણાં ન મળવાની બાબતે પ્રમુખે સ્પષ્ટતા કરી હતી કે, સંબંધિત એજન્સીના ખાતામાં નાણાં જમા છે. જો એજન્સીને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવામાં આવે તો કર્મચારીઓને નાણાં મેળવવામાં મુશ્કેલી પડી શકે તેમ હોવાથી, પ્રથમ કર્મચારીઓના નાણાંની ચુકવણી કરાવવામાં આવશે અને ત્યારબાદ જ એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા કરાશે. અધ્યક્ષ સ્થાનેથી મહત્ત્વના ઠરાવો પસાર સામાન્ય સભામાં અધ્યક્ષ સ્થાનેથી અન્ય મહત્ત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા, કામોની સ્થળ-સ્થિતિમાં ફેરફાર 2021 પછી સ્થળ-સ્થિતિના કારણે જે કામો થઈ શક્યા ન હોય તેમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરવાની મંજૂરી અપાઈ, સ્ટેમ્પ ડ્યુટી અને સ્વભંડોળના બાકી રહેલા કામો પૂરા કરવા માટે સમયમર્યાદા લંબાવવામાં આવી., અનિવાર્ય સંજોગોવશાત બંધ કરવામાં આવેલા મેટલિંગના કામો હવેથી સ્ટેમ્પ ડ્યુટી, સ્વભંડોળ અને રેતી-રોયલ્ટીની ગ્રાન્ટમાંથી ફરીથી લઈ શકાશે તેવો મહત્ત્વનો ઠરાવ પસાર કરાયો હતો.
    Click here to Read More
    Previous Article
    ટિંબડીમાં વૃદ્ધની હત્યા, સાત સામે ફરિયાદ:ટ્રકના નાણાની લેતીદેતીમાં કપાળે ધારિયું માર્યું, સ્કોર્પિયો નીચે ઢસડ્યા
    Next Article
    સ્મીમેર હોસ્પિટલમાં વીજળી ગુલ થતાં OPD સેવાઓ ખોરવાઈ:કેસબારી અને ટોકન સિસ્ટમ ઠપ્પ, પાણી ન મળતાં દર્દીઓ-સગાઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment