Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી જમીન અતિક્રમણ મુક્ત કરવામાં સફળતા:જેલ, ડોગ શેલ્ટર જેવા પ્રકલ્પો ઝડપી થશે

    21 hours ago

    મુંબઈ ઉપનગર જિલ્લાની 40થી વધુ વર્ષથી અતિક્રમિત તથા વ્યવસાયિક અને નિવાસી ઉપયોગ થઈ રહેલી સરકારી જમીન અતિક્રમણમુક્ત કરવામાં જિલ્લા પ્રશાસનને સફળતા મળી છે. અત્યાર સુધી લગભગ 60 એકર જમીન આ રીતે અતિક્રમણ મુક્ત કરવામાં આવી છે. રેડી રેકનર અનુસાર આ જમીનનું મૂલ્ય 800 કરોડ રૂપિયા છે. જો કે વાસ્તવિકતામાં બજારભાવ અનુસાર એનું મૂલ્ય 2 હજાર કરોડ રૂપિયાથી વધારે છે. અતિક્રમણ મુક્ત થયેલી જમીનનો સરકારી અને સામાજિક કામ માટે ઉપયોગ કરવાનું નિયોજન પ્રશાસને કર્યું છે. ફિલ્મસિટી, જેલ માટે જમીન આપવામાં આવી છે. એક હજાર વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલ, ડોગ શેલ્ટર, સ્પોર્ટ્સ ક્લબ, સરકારી ઈમારતો સહિત વિવિધ પ્રકલ્પોના પ્રસ્તાવ છે. બોરીવલી પરિસરમાં પણ કેટલીક જગ્યા પર ઉપવિભાગીય અધિકારી કાર્યાલય, મલાડ પરિસરમાં સંબંધિત સરકારી કાર્યાલય માટે જગ્યા આપવાની માગણી કરવામાં આવી છે. માલવણી ખાતેની જગ્યા મુંબઈ મહાપાલિકાના સાયન્સ પાર્ક માટે ઉપલબ્ધ કરી આપવાનું નિયોજન છે. આ ઠેકાણે લગભગ પાંચ એકર જમીન મુક્ત કરવામાં આવી છે. ઉપરાંત બોરીવલી-માલવણી પરિસરમાં ખજુરિયા તળાવ વિકસિત કરવા સંબંધિત જગ્યા મુંબઈ મહાપાલિકાને હસ્તાંતરિત કરવાની પ્રક્રિયા ચાલુ છે. મુંબઈમાં જમીનની અને ખાસ કરીને ખુલ્લી જગ્યાની ઓછપ છે. વિવિધ સરકારી તેમ જ સામાજિક પ્રકલ્પો માટે જમીનની જરૂર પડે છે.
    Click here to Read More
    Previous Article
    શૌર્ય સંવાદ:સેનામાં યુવતીઓ કારકિર્દીનું ઘડતર કરી શકે : વિંગ કમાન્ડર વિક્રમ
    Next Article
    3 Days After Avalanche, 8 Trekkers Still Missing In Uttarakhand

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment