Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લગ્ન પ્રસંગમાં જતા કાકા-ભત્રીજાને અકસ્માત નડ્યો:વેડા-શંકરપુરા રોડ પર પુરઝડપે દોડતી કારે બન્નેને ટક્કર મારી, રોડ પર ફંગોળાતા ગંભીરઈજા પહોંચી

    9 hours ago

    મહેસાણા જિલ્લાના લાઘણજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગમાં જઈ રહેલા કાકા-ભત્રીજાને પૂરઝડપે આવતી કારના ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોંચી છે. આ અંગે અડાલજ ખાતે રહેતા પ્રવિણ રતી ડાહ્યાભાઈ દંતાણીએ લાઘણજ પોલીસ મથકે ફોરવ્હીલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પૂરઝડપે આવતી કારના ચાલકે બન્નેને ટક્કર મારી ગત 30 ઓક્ટોબર 2026ના રોજ સવારના દસ વાગ્યે પ્રવિણ અને તેમના ભત્રીજા રજની રામા દંતાણી અડાલજથી વેડા મુકામે પોતાના કાકાના દીકરાના લગ્ન પ્રસંગમાં બાઈક પર નીકળ્યાં હતા. બપોરના બારેક વાગ્યે તેઓ વેડા ગામે પહોંચ્યા બાદ ત્યાંથી શંકરપુરા મુકામે રહેતી પોતાની ભત્રીજી કિલુબેનને મળવા માટે ગયા હતા. શંકરપુરા ખાતે ચા-પાણી કર્યા પછી પ્રવિણ અને તેમનો ભત્રીજો રજની બંને શંકરપુરા ગેટથી વેડા તરફ જતા રોડ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન શંકરપુરા તરફથી પૂરઝડપે આવતી એક ફોર વ્હીલ ગાડીના ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જેમાં પ્રવિણ અને તેમનો ભત્રીજો બંને નીચે ફંગોળાઈ ગયા હતા. જેથી તેઓને ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત સર્જીને કારચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. બન્ને કાકા-ભત્રીજાને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા આ બનાવને પગલે પ્રવિણભાઈએ તેમના કાકાના દીકરા શંભુ ખોડા દંતાણીને ફોન કરીને બોલાવી લીધા હતા. આ દરમિયાન આજુબાજુના લોકો પણ એકત્રિત થઈ ગયા હતા અને કોઈએ 108 એમ્બ્યુલન્સને ફોન કરતાં બંને કાકા-ભત્રીજાને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. પ્રવિણને ડાબા પગે ફેક્ચર થયું હોવાનું અને ભત્રીજા રજનીભાઈને ડાબા પગના ઘૂંટણના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ફરિયાદી પ્રવિણભાઈએ અકસ્માત વખતે કારનો નંબર નોંધી લીધો હતો, જે જી.જે.01.કે.એસ.9654 હતો. ગત 30 ઓક્ટોબર 2026ના રોજ બપોરે બનેલા આ બનાવ અંગે લાઘણજ પોલીસે ઉપરોક્ત નંબરની કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ધૂળ-માટી, ઘાસનું સામ્રાજ્ય, રોગચાળો ફેલાવાનો ભય:આર્યશ્રી રેસિડેન્ટથી શુકન એપાર્ટમેન્ટ સુધી ગંદકીના ઢગ: વેસ્ટ ઝોન તંત્રની ઘોર બેદરકારી
    Next Article
    પાયા ભરાઈ ગયાનું કહી વૃદ્ધાને વિશ્વાસમાં રાખી છેતરપિંડી કરી:પ્લોટમાં મકાન બનાવી આપવાનું કહી વૃદ્ધા સાથે રૂપિયા 4.70 લાખની ઠગાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment