Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધૂળ-માટી, ઘાસનું સામ્રાજ્ય, રોગચાળો ફેલાવાનો ભય:આર્યશ્રી રેસિડેન્ટથી શુકન એપાર્ટમેન્ટ સુધી ગંદકીના ઢગ: વેસ્ટ ઝોન તંત્રની ઘોર બેદરકારી

    16 hours ago

    રાજકોટ મનપાના વેસ્ટ ઝોન હેઠળ આવતા વોર્ડ નંબર 11માં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં આવેલા સ્પીડવેલ પાર્ટી પ્લોટની પાછળ, આર્યશ્રી રેસિડન્ટના મુખ્ય ગેટથી લઈને શુકન એપાર્ટમેન્ટ સુધીના જાહેર માર્ગો પર ગંદકીના સામ્રાજ્યથી રહીશો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. આ જાહેર રોડની બંને સાઈડના આંગણાઓમાં લાંબા સમયથી ધૂળ, માટી, પથ્થરોના અંબાર ખડકાયેલા છે. અતિશય પ્રમાણમાં દૂષિત લીલું અને સૂકું ઘાસ-ખળ ઊગી નીકળ્યું છે, જેના કારણે કચરાના મોટા ઢગલાઓ થઈ ગયા છે. તંત્ર દ્વારા નિયમિત સફાઈ ન કરવામાં આવતા આ વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે અને સ્થાનિક રહીશોમાં રોગચાળો ફેલાવાનો ગંભીર ભય ઊભો થયો છે. જાગૃત નાગરિક સવજીભાઈ સી. ફળદુ દ્વારા મનપાના અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમણે માંગ કરી છે કે મહાપાલિકાના અધિકારીઓ તાત્કાલિક આ સ્થળની તપાસ અને સરવે કરે. આ વિસ્તારમાં ત્વરિત જેસીબી મશીન મૂકીને ધૂળ, માટી, કચરો અને ઘાસ દૂર કરી સફાઈ કરાવવામાં આવે તેમજ કચરાના ઢગલા ઉપડાવવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદના મેલડી માતા મંદિરે ભક્તિ મેળો યોજાયો:તુરખા રોડ પર હજારો ભક્તોએ દર્શન કર્યા, ગરબા ગાયા અને પ્રસાદીનું ભોજન લીધું
    Next Article
    લગ્ન પ્રસંગમાં જતા કાકા-ભત્રીજાને અકસ્માત નડ્યો:વેડા-શંકરપુરા રોડ પર પુરઝડપે દોડતી કારે બન્નેને ટક્કર મારી, રોડ પર ફંગોળાતા ગંભીરઈજા પહોંચી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment